વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા ભારતમાં પણ ઇંધણના ભાવમાં વધારો ચાલુ રહ્યો છે. આજે ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં 17 પૈસા અને ડીઝલમાં 19 પૈસાનો પ્રતિ લિટર દીઠ ભાવવધારો કરવામાં આવ્યો છે. આજના આ ભાવવધારાને પગલે દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર દીઠ વધીને 82.66 રૂપિયા અને ડીઝલની કિંમત 72.84 રૂપિયા થઇ ગઇ છે.
11 દિવસમાં પેટ્રોલ 1.60 રૂપિયા થયુ મોંઘુ
દેશમાં છેલ્લા 11 દિવસથી પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે. આ 11 દિવસમાં ભારતીય બજારમાં પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 1.60 રૂપિયાનો ભડકો થયો છે. પેટ્રોલના ભાવ વધતા લોકોનો ઇંધણ પાછળનો ખર્ચ વધી રહ્યો છે.
ડીઝલ 11 દિવસમાં 2.38 રૂપિયા થયુ મોંઘુ
પેટ્રોલની સાથે-સાથે ડીઝલના પણ ભાવ વધી રહ્યા છે. વિતેલા 11 દિવસમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર દીઠ 2.38 રૂપિયાનો વધારો થયો છે. ડીઝલના ભાવ વધારાની અસર જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પર થશે. ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થશે.
તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ
શહેરનું નામ | પેટ્રોલ/પ્રતિ લિટર | ડીઝલ/પ્રતિ લિટર |
દિલ્હી | 82.66 | 72.84 |
મુંબઇ | 89.33 | 79.42 |
ચેન્નઇ | 85.60 | 78.25 |
કલકત્તા | 84.19 | 76.41 |
નોઇડા | 82.87 | 73.25 |
રાંચી | 81.99 | 77.09 |
બેંગ્લોર | 85.42 | 77.22 |
પટના | 85.24 | 78.16 |
ચંડીગઢ | 79.58 | 72.59 |
લખનઉ | 82.78 | 73.17 |