દેશ અને વિદેશમાં મસાલા કિંગ તરીક પ્રસિદ્ધ એમડીએચ મસાલા ગ્રુપના માલિક મહાશય ધરમપાલ ગુલાટીનું આજે વહેલી સવારમાં નિધન થયું છે. તેમણે માતા ચેન્નન દેવી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 98 વર્ષીય મહાશય ધરમપાલ બીમારીના કારણે છેલ્લા ઘણા દિવસોથી માતા ચાન્નાન હોસ્પિટલમાં દાખલ હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મહાશય ધરમપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ધરમપાલ ગુલાટીનું કોરોનાથી સ્વસ્થ થયા બાદ હાર્ટ એટેકથી નિધન થયું. આજે સવારે 5.38 વાગ્યે તેમણે છેલ્લાં શ્વાસ લીધા.
ધરમપાલ ગુલાટી સમગ્ર દુનિયામા મસાલા કિંગ તરીકે પ્રસિદ્ધ છે અને આજે વહેલી સવારે હાર્ટ એટેકથી તેનું 98 વર્ષની વયે નિધન થયુ છે. તેમનું ગત વર્ષે જ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ ભૂષણથી સમ્માન કરવામાં આવ્યુ હતુ.
મસાલા કિંગ ગણાતા ધર્મપાલ ગુલાટીનો જન્મ 27 માર્ચ 1923ના રોજ પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો અને અહીંથી તેમના વ્યવસાયનો પાયો નખાયો હતો. કંપનીની શરૂઆત શહેરમાં એક નાનકડી દુકાનથી થઈ. જેને તેમના પિતાએ ભાગલા પહેલા શરૂ કરી હતી. જો કે 1947માં દેશના ભાગલા પડી જતા તે વખતે તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો.
ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે મહાશય ધર્મપાલ ગુલાટીને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.ધર્મપાલ ગુલાટી જાહેરાતની દુનિયામાં સૌથી ઉંમરલાયક સ્ટાર અને મહાશિયા દી હટ્ટી (MDH)ના માલિક છે. ક્યારેય ઘોડાગાડી ચલાવીને ગુજરાન ચલાવવા મજૂબર આ વ્યક્તિ આજે 2000 કરોડ રૂપિયાના બિઝનેસ ગૃપનો માલિક હતો.
મસાલા કિંગના નામે પ્રસિદ્ધ ધરમપાલ ગુલાટીના નિધન ભારતના કોર્પોરેટ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. મસાલા કિંગ ધર્મપાલના નિધન પર રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસમેનમાંથી એક મહાશય ધર્મપાલજીના નિધનથી મને દુખની અનુભૂતિ થઇ છે. નાના બિઝનેસથી શરૂઆત કરવા છતાં તેમણે પોતાની એક ઓળખ બનાવી. તે સામાજિક કાર્યોમાં ઘણા સક્રિય હતાં અને અંતિમ સમય સુધી સક્રિય રહ્યાં. હું તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ.