કોવિડ-19 વેક્સીનના કન્ફર્મ ડોઝ બુકિંગના મામલે ભારત દુનિયામાં પ્રથમ ક્રમે છે. તેણે અત્યાર સુધી 160 કરોડ વેક્સીનના ડોઝનો ઓર્ડર આપ્યો છે. એટલે કે 80 કરોડ વસ્તીને પુરતા પ્રમાણમાં ડોઝ આપી શકાશે. ડ્યૂક યુનિવર્સિટી દુનિયાભરના વેક્સીનના ઓર્ડર પર નજર રાખી રહી છે. 30 નવેમ્બર સુધીના આંકડાઓ મુજબ ભારત બાદ સૌથી વધુ ડોઝ યુરોપિયન યુનિયને બુક કર્યા છે જ્યારે અમેરિકા ત્રીજા સ્થાને છે. ઇયુને 1.58 અબજ ડોઝ મળશે જ્યારે અમેરિકા 100 કરોડ ડોઝ મેળવશે. તેની માટે વેક્સીન ટ્રાયલમાં સફળ થાય અને તેમને ઉપયોગની મંજૂરી મળે તેવી શરત છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને નવેમ્બરમાં કહ્યુ હતુ કે, ભારત જુલાઇ-ઓગસ્ટ 2021 સુધી 50 કરોડ ડોઝ હાંસલ કરવા માટે વેક્સીન ઉત્પાદકો સાથે સંપર્કમાં છે. ડ્યૂક યુનિવર્સિટીના આંકડા દેખાડે છે કે, ભારતે અત્યાર સુધી ત્રણ ગ્લોબલ વેક્સીન કેન્ડિડેટ્સની ડિલ કરી છે. અમેરિકા અને ઇયુ એ છ-છ વેક્સીન ઉત્પાદકો સાથે ડિલ કરી છે. જેંમાં સૌથી વધુ કંપનીઓ સાથે ડીલ કેનેડા અને યુનાઇટેડ કિંગડમે કરી છે જેમણે સાત ડેવલપર્સ પાસે 350 મિલિયનથી વધારે ડોઝનું બુકિંગ કરાવ્યુ છે. યુનિવર્સિટીના એનાલિસિસમાં ચીન અને રશિયા શામેલ નથી. આ બંને દેશોએ પોતાના નાગરિકોની માટે અલગથી વેક્સીન એભિયાન ચલાવ્યુ છે.
ભારતને એક્સ્ટ્રાઝેનેકા પાસેથી ઓક્સફોર્ડ યુનિવર્સિટીના 50 કરોડ ડોઝ મળશે. આ વેક્સીન દેશમાં કોવિશિલ્ડ નામે ઉપલબ્ધ થશે. એસ્ટ્રાઝેનેકાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની સાથે 1 અબજ ડોઝની ડિલ કરી છે. સીરમ એ દુનિયાની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે.