નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવ બે વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. જેમાં ડીઝલના ભાવ પ્રતિ લિટર દીઠ 73 રૂપિયાની ઊંચી સપાટીને વટાવી ગયા છે. આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને ડીઝલના ભાવમાં 23 પૈસાનો વધારો કર્યો છે. જેને પગલે આજે શુક્રવારે દિલ્હી ખાતે પેટ્રોલનો ભાવ 82.86 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ પ્રતિ લિટીર 73.07 રૂપિપાયના સ્તરે પહોંચી ગયો છે. આ સાથે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 25 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે.
દેશમાં આજે સૌથી મોંઘું ઇંધણ મધ્યપ્રદેશમાં વેચાઇ રહ્યુ છે. મધ્યપ્રદેશમાં એક લીટર પેટ્રોલનો ભાવ 90.62 રૂપિયા પ્રતિલિટર છે તો ડીઝલનો ભાવ 80.83 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે.
શા માટે વધી રહ્યા છે ઇંધણના ભાવ
ચાલુ વર્ષ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયા બાદ લોકો રાહતની અપેક્ષારાખી રહ્યા હતા જો કે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યૂટીમા વધારો કરતા આવુ થયુ નહી. સરકારે વર્ષ ચાલુ વર્ષે પેટ્રોલ પર 10રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યૂટી વધારી દીધી છે. તેની પહેલા વર્ષ 2014માં પેટ્રોલ પર ટેક્સ 9.48 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 3.56 રૂપિયા હતુ. નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 સુધી કેન્દ્ર સરકારે તેમાં નવ વખત વધારો કર્યો છે.
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
શહેરનું નામ | પેટ્રોલ/પ્રતિ લિટર | ડીઝલ/પ્રતિ લિટર |
દિલ્હી | 82.86 | 73.07 |
મુંબઇ | 89.52 | 79.66 |
કલકત્તા | 84.37 | 76.64 |
ચેન્નઇ | 85.76 | 78.45 |
નોઇડા | 83.02 | 73.48 |
લખનઉ | 82.94 | 73.41 |
પટના | 85.43 | 78.36 |
ચંડીગઢ | 79.78 | 72.81 |