હૈદરાબાદ મ્યૂનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી ના પરિણામ જાહેર થઈ ગયા છે. દેશના સૌથી મોટા મ્યૂનિસિપલ કૉર્પોરેશન ગણાતા હૈદરાબાદ મ્યૂનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં બીજેપી એ 49 સીટો પર જીત મેળવી છે. તો કેસીઆર ની પાર્ટી ટીઆરએસ ને 56 અને અસદુદ્દીન ઓવૈસી ની પાર્ટી AIMIMને 43 સીટો મળી છે. જો કે આ વખતે કોઈ પણ પાર્ટીને બહુમત નથી મળ્યું.
અહીં પાલિકાની ચૂંટણી હોવા છતાં ભાજપે ગૃહમંત્રી અમિત શાહ, પ્રમુખ જે.પી. નડ્ડા, ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના નેતાઓને પ્રચાર માં ઉતાર્યા હતા.
હૈદરાબાદ પાલિકા દેશની મોટા પાલિકાઓમાંની એક છે. અહીં 4 જિલ્લા છે તેમાં તેલંગાણાની 4 લોકસભા અને 26 વિધાનસભાની બેઠક છે. તેલંગાણામાં મજબૂત વિપક્ષ નહીં હોવાને કારણે ભાજપને તેનો ફાયદો મળ્યો છે.
દક્ષિણના રાજ્યોમાં પગપેસારો કરવા ભાજપનો રસ્તો સરળ થઈ ગયો છે. કર્ણાટક પછી અન્ય રાજ્યોમાં પણ ભાજપ સત્તાના શિખરે પહોંચાવાનું સપનું જોઈ શકે છે.
તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યાં પણ હૈદરાબાદના પરિણામોની અસર જોવા મળી શકે છે. તેલંગાણામાં પણ 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોય આ ચૂંટણી નું મહત્વ વધી જતું હોવાથી ભાજપે એડીચોટીનું જોર લગાવી અહીં બીજા નામર ઉપર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.
