આજકાલ ન્યુ ઈયર નજીક માં જ હોવાછતાં પણ ગુજરાતથી મહારાષ્ટ્ર જનારી મુંબઇ, પુના અને નાગપુરની ફ્લાઇટો 50થી 60 ટકા ખાલી ખમ જઇ રહી છે જેનું કારણ છે કોરોના ટેસ્ટ.
જીહા આ ટેસ્ટ ન કરાવવો પડે તે માટે લોકો ટ્રેન અને પ્રાઇવેટ વાહનોમાં મહારાષ્ટ્ર જઇ રહ્યાં હોવાની હકીકત સામે આવી છે.
હાલ માં આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત સબમિટ કરાવવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયની અસર એરલાઇન્સ પર જોવા મળી રહી છે. શરૂઆતના તબક્કે જે ફ્લાઇટોમાં પેસેન્જર્સ યોગ્ય સંખ્યામાં મળતા હતા, ત્યાં મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને કારણે સંખ્યા ઘટી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, મહારાષ્ટ્રમાં એરપોર્ટ પર જ રિપોર્ટનું ચેકિંગ થાય છે. તેથી લોકો રિપોર્ટના ખર્ચ કરતાં પણ જો રિપોર્ટ પોઝિટિવ આવવના ડરને કારણે ફ્લાઇટ માં જવાનું ટાળી રહ્યા હોય એરલાઇન્સ ને નુકશાન થઈ રહ્યુ છે.
