નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવથી વાહન ચાલકોના ખિસ્સા ખાલી થઇ રહ્યા છે. આજે ફરી ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. જેમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લિટર દીઠ 24થી 27 પૈસા વધારો કરવામાં આવી રહ્યો છે.
જાણો દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આજે દિલ્હી, મુંબઇ, કલક્ત્તા અને ચેન્નઇમાં એક લિટર પેટ્રોલ-ડીઝલના ભાવ આ મુજબ છે.
શહેર | ડીઝલ | પેટ્રોલ |
દિલ્હી | 73.32 | 83.13 |
કલકત્તા | 76.89 | 84.63 |
મુંબઇ | 79.93 | 89.78 |
ચેન્નઇ | 78.69 | 86.00 |
(પેટ્રોલ-ડીઝલનો ભાવ પ્રતિ લિટર દીઠ રૂપિયામાં)
પેટ્રોલ-ડીઝલના ભાવ તમે એસએમએસથી પણ જાણી શકાય છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ તમારે RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનું રહેશે. દરેક શહેરના કોડ અલગ-અલગ છે, જે મને આઇઓસીએલની વેબસાઇટ પર મળશે.