સરકાર સામે ખેડૂતો નું આંદોલન હવે આગળ વઘી રહ્યું છે અને આજે આંદોલન ના 10 દિવસ થઈ ચૂક્યા છે ત્યારે હવે સાહિત્યકારો સહિત બુદ્ધિજીવી વર્ગ પણ ખેડૂતોને સમર્થન કરી રહ્યો છે,પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને રાજ્યસભાના સાંસદ સુખદેવ સિંહ ઢીંઢસાએ તેમના પદ્મ પુરસ્કાર પરત કર્યા બાદ પંજાબમાં અવોર્ડ વાપસી ની લાઈન લાગી છે અને ગતરોજ પંજાબીમાં ભારતીય સાહિત્ય એકેડ્મી પુરસ્કારના વિજેતા પંજાબના પ્રખ્યાત શાયર ડૉ. મોહનજીત, પ્રખ્યાક વિચારક ડૉ. જસવિન્દર સિંહ અને પંજાબી નાટકકાર અને એક ન્યૂઝ પેપરના સંપાદકે ખેડૂતોના સમર્થનમાં તેમના પુરસ્કાર પરત કરી દીધા છે. આ માહિતી સેન્ટ્રલ પંજાબી રાઈટર્સ એસોસિયેશન દ્વારા આપવામાં આવી છે.ભારતીય સાહિત્ય એકેડમી પુરસ્કાર પરત કરવા વિશે ઉપન્યાસકાર ડૉ. જસવિન્દર સિંહે કહ્યું છે કે, જો કોઈ લેખક લોકોના અવાજને પ્રસ્તુત ન કરી શકે તો તે કઈ કામનું નથી. મેં પુરસ્કાર માટે લખવાનું શરૂ નથી કર્યું. કેન્દ્રીય સરકારને ખેડૂતો સાથે નિર્દયતાથી વર્તન કરવું અને તેમના મૂળ પાયાના અધિકારોનું ઉલ્લંઘન કરતાં જોઈને ખૂબ નિરાશા થઈ છે.
બીજી તરફ પૂર્વ હોકિ કેપ્ટન પરગટ સિંહ સહિત પંજાબના 27 ખેલાડીઓએ ખેડૂતોના સમર્થનમાં પોતાના પુરસ્કાર પરત કરવાની જાહેરાત કરી છે. પરગટ સિંહ સહિત દરેક ખેલાડીઓ પાંચ ડિસેમ્બરે તેમના પુરસ્કાર પરત કરશે. પરગટ સિંહ જાલંધર કેન્ટથી કોંગ્રેસના ધારાસભ્ય છે અને ખેડૂત પરિવાર સાથે જોડાયેલા છે.
પરગટ સિંહ સિવાય કરતાર સિંહ પહેલવાન, બ્રિગેડિયર હરચરણ સિંહ, દવિંદર સિંહ ગરચા, સુરિંદર સોઢી, ગુનદીપ કુમાર, સુશીલ કોહલી, મુખબૈન સિંહ, કર્નલ બલબીર સિંહ, ગુરમૈલ સિંહ, ગોલ્ડન ગર્લ રાદબીર કૌર, જગદીશ સિંહ, બળદેવ સિંહ, અજીત સિંહ, બરમીક સિંહ, અજીત પાલ સિંહ, ચંચલ રંધાવા, સજ્જન સિંહ ચીમા, હરદીપ સિંહ, અજૌબ સિંહ, શામ લાલ, હરવિંદર સિંહ, હરમિંદર સિંહ, સમુન શર્મા, પ્રમચંદ ડોગરા, બલવિંદર સિંહ અને સરોજ બાલા જેવા ખેલાડીઓ એ પણ પુરસ્કાર પરત કરવાનો નિર્ણય કરી લીધો છે. આમ ખેડૂત આંદોલન માં અનેક મહાનુભાવો નું ખુલ્લું સમર્થન મળતા સરકાર ની મુશ્કેલીઓ વધી છે.
