ગુજરાત હાઈકોર્ટના સીટીંગ જજ જસ્ટિસ જી.આર. ઉધવાની નું કોરોના માં નિધન થઈ જતા તેઓ નાશોકમાં રાજ્યની તમામ કોર્ટ અને કચેરીઓ આવતીકાલે સોમવારે બંધ રહેશે. ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયુ છે કે ગુજરાત હાઈકોર્ટના જજના નિધન ના માન માં તમામ કોર્ટ બંધ રહેશે. હાઇકોર્ટ ચીફ જસ્ટિસ વિક્રમનાથ પણ 7મી ડિસેમ્બરથી 11મી ડિસેમ્બર સુધી ઉપલબ્ધ નથી. આ સિવાય જસ્ટિસ જી.આર. ઉધવાનીના 7 અને 8 ડિસેમ્બરના રોસ્ટરમાં લાગેલા કેસ જસ્ટિસ વી.એમ. પંચોલી સાંભળશે. આમ સોમવારે ગુજરાત માં હાઈકોર્ટે સહિત તમામ કોર્ટ રજા પાળશે. સિટિંગ જજના કોરોનાથી મૃત્યુની આ પ્રથમ ઘટના છે.
