ભારત એ પ્રાચિન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને આપણા પ્રાચીન તહેવારો અને પુરાણો નું આગવું મહત્વ રહેલું છે. આજે કાળ ભૈરવ આઠમ છે. કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથિને કાળ ભૈરવ આઠમ તરીકે ઊજવવામાં આવે છે. આજે સોમવારે 7 મી ડિસેમ્બર ના રોજ આ તિથિ છે. આ તિથિએ ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ કાળ ભૈરવ સાથે જ શિવજી અને માતા પાર્વતીની પણ પૂજા કરવી જોઇએ. દેવી માતાના બધા શક્તિપીઠ મંદિરોમાં કાળ ભૈરવનું પણ વિશેષ પૂજન કરવામાં આવે છે. કાળ ભૈરવના દર્શન કર્યા વિના દેવી મંદિરોમાં દર્શનનું પુણ્ય મળી શકતું નથી.
આજે પૂજા માટે આટલું કરો ,ભૈરવ આઠમના દિવસે કાળ ભૈરવનો શ્રૃંગાર તેલમાં સિંદૂર મિક્સ કરીને કરો. હાર-ફૂલ ચઢાવો. ફરસાણ અને મીઠાઈનો ભોગ ધરાવો. નારિયેળ અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવો. કૂતરાને રોટલી ખવડાવો. ભૈરવ ભગવાનનું વાહન કૂતરો જ છે. એટલે કૂતરાની દેખરેખ કરવાથી પણ કાળ ભૈરવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.
કાળ ભૈરવ આઠમને કાળાષ્ટમી પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે, આ તિથિએ શિવજીનું રૌદ્ર સ્વરૂપ કાળ ભૈરવ પ્રકટ થયું હતું. ભયને દૂર કરનારને ભૈરવ કહેવામાં આવે છે. કાળ ભૈરવ આઠમના દિવસે પૂજા-પાઠ કરવાથી નકારાત્મકતા, ભય અને અશાંતિ દૂર થાય છે માટે અવશ્ય પૂજા કરવી જોઈએ.
ભગવાન શિવનું સ્વરુપ કાળ ભૈરવની ઉપાસના જીવનમાં આવનારી સમસ્ત તકલીફોને દૂર કરે છે. ભૈરવાષ્ટમીના દિવસે તંત્ર-મંત્રોનો પ્રયોગ કરીને તમે વેપાર, જીવનમાં આવનારી કઠણાઈઓ, શત્રુ પક્ષથી થનારી તકલીફો દૂર થાય છે અને ભૈરવ ઉપાસનાનો લાભ થાય છે. તેના વર્ણન સ્ત્રોતમાં પણ જોવા મળ્યું છે, ભૈરવના ઉપાસના જીવનની મુશ્કેલી સરળ નથી હોતી.
અલગ-અલગ કાર્ય સિદ્ધિ માટે ભૈરવ ઉપાસનાના ઘણાં મંત્રો છે. જો તમારા કોઈ રોકાયેલા કામ હોય તો તેનો ભૈરવ મંત્રના જપથી અંત આવે છે. જો તમારા સંતાનની કોઈ ભય અને તકલીફ હોય તેનાથી છુટકારો મળે છે. કહેવાય છે કે, આ મંત્રના જાપથી અલગ લાભ થશે.
જો તમે કોર્ટ કચેરીના ધક્કા ખાઈને કંટાળી ગયા હોવ અને કોઈ કેસમાં ફસાયેલા હોવ તો તેમાંથી બહાર આવવા માટે हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नम:।l મંત્ર કરો. આ મંત્રથી કાલ ભૈરવની સાધના કરે. આ મંત્રને ઓછામાં ઓછા 11 વાર કરવાથી તાત્કાલિક લાભ મળે છે.
વર્તમાનમાં ભૈરવની ઉપાસના બટુક ભૈરવ અને કાલ ભૈરવના રુપમાં પ્રચલિત થયા હતા. તંત્ર સાધનામાં ભૈરવ માટે આઠ સ્વરુપની ઉપાસનાની વાત કરી છે. આ રુપ અસિતાંગ ભૈરવ, રુદ્ર ભૈરવ, ચંદ્ર ભૈરવ, ક્રોધ ભૈરવ, ઉન્નત ભૈરવ, કપાલી ભૈરવ, ભીષણ ભૈરવ, સંહાર ભૈરવ. કાલિકા પુરાણમાં પણ ભૈરવ શિવજીનો ગણ મનાય છે. જેમનું વાહન શ્વાન છે. આમ ભૈરવના આઠ સ્વરુપની પૂજા કરવામાં આવે છે.
ભૈરવની ઉપાસના માટે એક ચૌમુખુ માટી કે પીતળનું કોડિયું લો. તેમાં સરસિયાનું તેલ લઈને દીવો કરો. ઉપાસકનું મોઢું પૂજન કરતી વખતે પૂર્વ તરફ રાખવું જોઈએ. આ સાથે ઉપાસકોએ લાલ રંગના કપડા પહેરવા જોઈએ. ભૈરવનું આહ્વાહન કરીને સ્ફટિકની માળાથી ભૈરવ મંત્રનો જપ કરો. જપ પૂર્ણ થયા પછી ભોગ ધરાવો અને આરતી કરીને પ્રસાદ વહેંચો.
કાલ ભૈરવ શિવનું જ સ્વરુપ છે. માટે શિવજીની આરાધના પહેલા ભૈરવની ઉપાસના કરવામાં આવે છે. તેમની સાધનાથી સમસ્ત દુઃખોથી છુટકારો મળે છે. કાશી અને ભૈરવનું સિદ્ધ સ્થાન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભૈરવ સાધના કરનારા લોકો વ્યક્તિને સાંસારિક દુઃખથી છુટકારો મળે છે.
જોકે સામાન્ય દિવસો માં ભૈરવ ઉપાસના માટે યોગ્ય દિવસ રવિવાર માનવામાં આવે છે. તમે મંગળવાર અને શનિવારે પણ પૂજા કરી શકો છો. અર્ધ રાત્રે (રાત્રે 2 વાગ્યે) કરવામાં આવેલી ભૈરવ ઉપાસનાથી વિશેષ ફળ મળે છે.
