દેશ ની રાજધાની દિલ્હી માં કોઈ મોટા આતંકી હુમલા ને અંજામ આપે તે પહેલાં પોલીસે પાંચ આતંકવાદીઓ ને હથિયારો સાથે ઝડપી લીધા છે.
જેમાં બે પંજાબ અને ત્રણ કાશ્મીર ના ઈસમો ની ઓળખ થઈ છે. દિલ્હી પોલીસ ના મતે નારકો ટેરરિઝ્મ સાથે જોડાયેલ પાંચેય શંકાસ્પદોની પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સંપર્ક માં હતી.જોકે હજુસુધી કોઈ આતંકી સંગઠનનો ખુલાસો થયો નથી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે પકડાયેલા શંકાસ્પદ દિલ્હીમાં કોઇ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.
પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર (શકરપુર) વિસ્તારમાં દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ અને શંકાસ્પદો વચ્ચે ફાયરિંગ થયું હતું ત્યારબાદ 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. મીડિય રિપોર્ટસના મતે કુલ 13 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે, પકડાયેલા શંકાસ્પદોની પૂછતાછ કરવામાં આવી રહી છે.
