આજે ઓલ ઈન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષો છે. ત્યારે આજે ગુજરાતમાં પણ ભારત બંધના વડોદરા નેશનલ હાઈવે, અમદાવાદ માળીયા સ્ટેટ હાઈવે પર સાણંદ પાસે અને ભરૂચ-દહેજ હાઈવે પર ટાયર સળગાવાયા છે અને ચક્કાજામ કરાયો હતો, અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અટકાયત કરાઈ છે. રાજ્યભરમાં કોંગી કાર્યકરો નેતાઓ અને ખેડૂતોની અટકાયત કરાઈ રહી છે ત્યારે બીજી તરફ હરિયાણા થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હરિયાણાના ખેડૂતો બે ગ્રુપમાં વહેંચાઈ ગયા છે 1.20 લાખ ખેડૂતોએ સરકારને પત્ર લખીને કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે નવા કાયદાને પરત લેવા ન જોઈએ. હરિયાણાના ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન(FPOs) સાથે જોડાયેલા ખેડૂતોએ આ વાત કહી છે. જોકે તેમણે ખેડૂતોના સુચન મુજબ કાયદામાં ફેરફાર કરવાની રજૂઆત કરી છે. આમ હવે ભારત બંધ ના દિવસે જ ખેડૂતો ના બે ગ્રુપો ઉભા થતા ભારે અસમંજસ ની સ્થિતિ સર્જાઈ છે.
