ભારત બંધ નું એલાન અને રસ્તા ઉપર ઉતરેલા ખેડૂતો ને લઈ બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર ખુબજ દુઃખી થઈ ગયા છે અને આજે તેમનો જન્મ દિવસ ઉજવવાનો ઇન્કાર કરી દીધો હતો. નોંધનીય છે કે આજે ધર્મેન્દ્ર નો આજે જન્મદિવસ છે અને તેઓ 85 વર્ષના થઈ ચૂક્યા છે. પરંતુ આ વર્ષે તેઓ પોતાનો જન્મદિવસ મનાવવા ઈચ્છતા નથી અને તેનું કારણ છે ખેડૂત આંદોલન. ધર્મેન્દ્ર એ કહ્યું કે દેશમાં કોરોના અને ખેડૂતોના વિરોધના કારણે હાલમાં અશાંતિ છે અને તેનાથી તેઓ દુઃખી છે.દેશની અત્યારની સ્થિતિને વિશે વાત કરતાં ધર્મેન્દ્ર કહે છે કે લોકો કોરોના વાયરસને પણ ભૂલી ચૂક્યા છે. દેશમાં અફરાતફરીનો માહોલ છે. એવામાં હું જન્મદિવસ કેવી રીતે મનાવું.
આપણે સૌ ભારત માતાના બાળકો છીએ. માણસાઈથી વધીને કોઈ ધર્મ નથી. ખેડૂતો શું કહેવા ઈચ્છે છે તેમની વાત એક વાર સાંભળો અને ઉકેલ લાવો, તેઓ શિયાળામાં સડક પર બેઠા છે તેઓ ને જોઈ ખુબજ દુઃખી છું વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.
