ગુજરાત માં ભારત બંધ દરમ્યાન કોંગી આગેવાનો અને કાર્યકરો ની અટકાયત નો દૌર ચાલુ રહયો હતો જનજીવન પ્રભાવિત જોવા મળ્યું હતું અને હાઇવે ઉપર વાહન વ્યવહાર ખોરવવાનો થયો પ્રયાસ થયો હતો.ભારત બંધની અસર ગુજરાત માં બપોર બાદ વધુ જોવા મળી હતી અને 144 મી કલમ ને લઈ પોલીસ બંદોબસ્ત ના કારણે મોટાભાગ ના લોકો એ કામ વગર બહાર નિકળવાનું ટાળ્યું હતું ગુજરાત માં કોંગ્રેસ દ્વારા કાર્યક્રમો અપાયા હતા અને ઠેરઠેર અટકાયત ના દ્રશ્યો જોવા મળ્યા હતા. બનાસકાંઠાથી ભરૂચ, સૌરાષ્ટ્રથી સાણંદમાં અનેક ઠેકાણે ટાયરો સળગાવવા જેવી ઘટનાઓ બનતા તેમજ ચક્કાજામ ના કાર્યક્રમ ને લઈ 50 ટકા બજારો બંધ જોવા મળ્યા હતા પરીણામે જનજીવન પ્રભાવિત બન્યું હતું.
સવાર થી જ વડોદરા-ભરૂચ-દહેજ હાઈવે પર ટાયરો સળગાવાતાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતા અમરેલી માં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અટકાયતને પગલે પોલીસ સાથે તૂતૂમેંમેં થઈ હતી.
સાથેજ રાજ્યભરમાં કોંગી કાર્યકરો નેતાઓ અને ખેડૂતોની અટકાયત કરાઈ રહી છે.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા હાઇવે ઉપર કોંગ્રેસના કાર્યકરો દ્વારા ટાયર સળગાવી, રોડ ચક્કાજામ કરાયા ના અહેવાલ છે.
જામનગરમાં લાલપુર પાસે હાઈવે પર ચક્કાજામનો પ્રયાસ કરનાર 10 કોંગીઓની અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદ AMC વિરોધપક્ષના નેતા કમળાબેન ચાવડા સહિત ના કાર્યકરો ની અટક કરવામાં આવી છે.
વેરાવળમાં બજારો બંધ કરાવવા નીકળેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખ ગોહેલ સહિત કોંગી આગેવાનો-કાર્યકરોની પોલીસે કરી અટકાયત કરી લેવામાં આવી છે.
પાલનપુરના ગુરુનાનક ચોકમાં સુત્રોચ્ચાર કરતાં કોંગી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે.
રાજકોટ મવડી ચોકડી કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર બેસીને ટ્રાફિક રોક્યો
જામખંભાળિયા ધારાસભ્ય વિક્રમ માડમ સહિત 20 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે,જામનગરમાં બળદ ગાડુ લઇને વિરોધ કરતા નીકળેલા નગરસેવિકા જૈનબ ખફીની પણ પોલીસે અટકાયત કરી હતી.
બંધ ની અસર હેઠળ છોટા ઉદેપુર જિલ્લામાં ક્વાંટના બજારો સજ્જડ બંધ રહ્યા હતા તો બીજી તરફ છોટા ઉદેપુર, બોડેલી, પાવી જેતપુર,નસવાડી, સંખેડામાં બંધનો ફિયાસ્કો થયો હતો.
બંધ દરમિયાન અમદાવાદ ના જમાલપુર-ખાડિયાનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને નજરકેદ કરાયા હોવાના અહેવાલ છે તો રાજકોટ જિલ્લા ના કાલાવડમાં ધારાસભ્ય પ્રવીણ મુસડીયા, જામનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ જે ટી પટેલ સહિત કોંગી અગેવાનોની અટકાયત કરાઈ હતી.
જ્યારે સુરત APMC ખાતે ખેડૂત અને કોંગ્રેસ દ્વાર વિરોધ પ્રદર્શન કરાતા પોલીસે કોંગી કોર્પોરેટર અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
હિંમતનગર ખાતે NH-8 પર ટાયર સળગાવી વાહનવ્યવહાર ખોરવતા ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિતની અટકાયત કરવામાં આવી હતી.
