હાલ માં લોકો મિશ્ર ઋતુ નો અનુભવ કરી રહ્યા છે અને સવારે ઠંડી તો બપોરે ગરમી અનુભવાય રહી છે ત્યારે હવે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાત માં આગામી તા.10 અને 11 ડિસેમ્બરે છૂટા છવાયા વરસાદની આગાહી કરવામા આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં વરસાદ પડવાની શકયતા છે.
હવામાન વિભાગના સૂત્રો ના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને મદય તેમજ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. જેથી આગામી તા. 10 અને તા.11 ડિસેમ્બરે સોમનાથ,સુરત,ભાવનગર,દાહોદ,પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં છુટા છવાયો વરસાદ પડી શકે છે.
