અમદાવાદ માં ફરીએકવાર મોડી રાત્રે વટવા વિસ્તારમાં આવેલ માતંગી એન્ટરપ્રાઈઝ અને જક્ષય નામની કેમિકલ ફેકટરી સહિત 6 જેટલી ફેક્ટરીઓ માં આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટના ની જાણ થતાં જ 40 ફાયર ફાયટરો સાથે 100 જેટલા જવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા અને ત્રણેક કલાકની જહેમત બાદ મળસ્કે આગ પર કાબૂ મેળવી લેવામાં સફળ રહયા હતા.
સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂરથી આકાશમાં આગની જ્વાળાઓ દેખાઇ રહી હતી. આગને કારણે કેમિકલના જથ્થામાં થયેલા ધડાકા ઇસનપુર સુધી સંભળાયા હતાં. રાત્રે 1 વાગ્યા ની આસપાસ ધડાકાઓ સાથે આગ ફાટી નિકળતા વિંઝોલ અને વટવા ના રહીશો માં ગભરાટ ફેલાઈ ગયો હતો આગને કારણે લોકોના ટોળા ઉમટ્યા હતાં. ઘટનાની જાણ થતાં વટવા પોલીસ પણ સ્થળ ઉપર દોડી ગઈ હતી.
