રાજ્ય માં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના ચાલુ રહેલા બનાવો માં અમદાવાદ માં વધુ એક કોવિડ હોસ્પિટલમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટ થતા આગ નું છમકલું થતાભારે અફડા તફડી મચી ગઇ હતી. વિગતો મુજબ અમદાવાદ ના મણિનગર સ્થિત લિટલ ફ્લાવર કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હોવાના અહેવાલ છે. લિટલ ફ્લાવર હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ઘટના ની જાણ થતાં જ ફાયર ડિપાર્ટમેન્ટની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરી દર્દીઓને હોસ્પિટલથી રેસ્ક્યૂ કરવાની કામગીરી ચાલુ કરી હતી. મીટરમાં શોક સર્કિટમાં ભડાકા સાથે આગ લાગી હોવાનું કહેવાય છે. જોકે, તરતજ પહોંચેલા ફાયર બ્રિગેડ ના જવાનો એ આગ પર કાબૂ મેળવી લેતા સદનસિબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ ન હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવિડ હોસ્પિટલોમાં એક બાદ એક દુર્ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. જેમાં અનેક દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે હવે અમદાવાદના મણિનગરમાં આવેલી લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ નું છમકલું થયું છે. સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી નથી. જોકે હોસ્પિટલ દ્વારા આગ નહી પણ માત્ર ઇલેક્ટ્રિક સ્પાર્ક થતા બનાવ બન્યા નું જણાવી રહ્યા છે.
આ ઘટનાના પગલે હોસ્પિટલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આગ લાગી નથી પરંતુ સ્પાર્કિંગ થયાની વાત કરી હતી. હોસ્પિટલમાં તમામ દર્દીઓ સુરક્ષિત છે. હાલ હોસ્પિટલમાં 5 દર્દીઓ ઓક્સિજન પર હોવાનું જાણવા મળ્યું છે.
