રાયપુરઃ ઝારખંડના દુમકા જિલ્લામાં માનવ સમાજ માટે એક અત્યંત શરમજનક ઘટના ઘટી છે જેમાં 5 બાળકોની માતા સાથે પતિની સામે જ એક-બે કે ત્રણ નહીં પણ 17 નરાધમોએ બળાત્કાર કર્યો છે. દુકા જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશનની હદમાં પતિની સાથે મેળો જોઇને ઘરે પરત ફરી રહેલી 5 બાળકોની માતા સાથે સામૂહિક બળાત્કાર કર્યો હોવાની શરમજનક ઘટના સામે આવી છે. આ ઘટના ગત મંગળવારે મોડી રાત્રે એવા સમયે બની જ્યરે મહિલા મેળો જોઇને ઘરે પરત આવી રહી હતી. ઘટના બાદ પીડિત યુગલે બુધવારે પોલીસ (ઝારખંડ પોલીસ) માં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ વિશે વધુ માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક વિસ્તારમાં બની છે. પાંચ બાળકોની માતા પતિ સાથે મેળામાંથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેની સાથે આ હેવાનિયત આચરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીઓએ તેમને રસ્તામાં રોકી દીધા હતા. જે બાદ બદમાશો બંને પર હાવી થઈ ગયા પરણિતાને ઝાડીમાં ખેંચી ગયા હતા, બાદમાં એક પછી એક 17 લોકોએ મહિલા પર ગેંગરેપ કર્યો.
ગુના અંગેની માહિતી મળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી, આ મામલાની ગંભીરતા જોતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. જે બાદ, સામુહિક બળાત્કારની કલમો હેઠળ કેસ નોંધ્યો અને તેમણે તુરંત સુરક્ષા કર્મચારીઓને આરોપીની ધરપકડ કરવા સૂચના આપી હતી. આ માટે એક ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી. જે બાદ પોલીસે તમામ ગુનેગારોની ધરપકડ કરી હતી. હાલમાં મહિલાને તબીબી તપાસ માટે મોકલવામાં આવી છે.