કોરોના કાળ માં અનેક જાણીતા ચહેરાઓ એ આ દુનિયા ને અલવિદા કરી દીધું છે જેમાં રાજ્કીય, ફિલ્મ,સાહિત્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા ચહેરાઓ નો સમાવેશ થાય છે આ બધા વચ્ચે જાણીતા હિંદી કવિ મંગલેશ ડબરાલનું કોરોના માં અવસાન થઈ ગયું છે તેઓ કોરોના થી સંક્રમિત થયા હતા અને ફેફસામાં નિમોનિયા થઈ જતા તેઓ ગંભીર સ્થિતિ માં એઇમ્સમાં સારવાર હેઠળ હતા જ્યાં ગતરોજ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. 72 વર્ષના ડબરાલ સાહિત્ય એકેડમી પુરસ્કારથી સન્માનિત હતા. તેઓએ બુઝ ગઈ પહાડ પર લાલટેન, ઘર કા રાસ્તા, હમ જો દેખતે હૈ, મુઝે દિખા એક મનુષ્ય, જેવી અનેક કવિતાઓ લખી છે. વિશ્વના અનેક મોટા સાહિત્યકારોની કવિતાઓનું હિંદીમાં અનુવાદ પણ કર્યું છે. ડબરાલ મૂળ ઉત્તરાખંડના રહેવાસી હતા. 14 મે 1949નાં રોજ ટિહરી ગઢવાલના કાફલપાની ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમના નિધન પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે શોક વ્યક્ત કર્યો હતો. આમ કોરોના માં વધુ એક સિતારો ખરી પડતા સાહિત્ય ક્ષેત્રે ખોટ પડી છે.
