નવી દિલ્હીઃ જો 11 ડિસેમ્બર, શુક્રવારના રોજ ડોક્ટર સાથે તમારી એપોઇન્મેન્ટ હોય તો ફરી એક વાર ચેક કરી લેજો. કારણ કે ડોક્ટર તમને એપોઇન્મેન્ટ માટે બીજી કોઇ તારીખ આપે તેવી મહત્તમ શક્યતા છે. વાત એમ છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 11 ડિસેમ્બરના રોજ દેશવ્યાપી ધરણાની ઘોષણા કરવામાં આવી છે. આવતીકાલે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી, તમામ બિન- ઇમર્જન્સી અને બિન કોવિડ- હોસ્પિટલોમાં સેવાઓ ઠપ્પ રહેશે.
#IMA withdraws all non-Eessential non-COVID Medical Services on December 11, 2020 (Friday) pic.twitter.com/AdWN4rcCnd — Indian Medical Association (@IMAIndiaOrg) December 9, 2020 “>
આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી) પણ ચાલુ રહેશે નહીં. એટલે કે દર્દીઓને ચકાસવામાં આવશે નહીં. એસોસિએશને મોર્ડન મેડિસિનના તમામ ડોક્ટરોને આ હડતાળમાં શામેલ થવાની અપિલ કરી છે. આ પગલુ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિનના એક નોટિફિકેશનને પગલે ઉઠાવવામાં આવ્યુ છે, જેમાં આયુર્વેદથી પોસ્ટ ગ્રેજ્યુએટ્સને સામાન્ય સર્જરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
11 ડિસેમ્બરે કઇ-કઇ મેડિકલ સેવાઓ બંધ રહેશે?
- તમામ ડોક્ટર ક્લિનિક
- તમામ નોન-ઇમર્જન્સી હેલ્થ સેન્ટર
- આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી)
- ઇલેક્ટિવ સર્જરી
કઇ-કઇ આરોગ્ય સેવાઓ ચાલુ રહેશે?
- ઇમર્જન્સી મેડિકલ સેવાઓ
- આઇસીયુ
- કોવિડ સેન્ટર- હોસ્પિટલો
- સીસીયુ
- ઇમર્જન્સી સર્જરી
- લેબર રૂમ
હડતાળનું મુખ્ય કારણ શુ છે?
આયુર્વેદમાં બે પ્રકારની સર્જરી થાય છે. શલ્ય તંત્ર (જનરલ સર્જરી) અને શાલક્ય તંત્ર (આંખ, કાન, નાક, દાંત અને ગળાની સર્જરી). તમામ પીજી વિદ્યાર્થીઓને તેમાં નિપુર્ણતા હાંસલ કરીને આયુર્વેદ સર્જન બનવાનું હોય છે. આ વિવાદાસ્પદ પરિપત્રમાં 58 એવી સર્જરીઓનો ઉલ્લેખ કરાયો છે જેની ટ્રેનિંગ આયુર્વેદના પીજી વિદ્યાર્થીઓને આપવામાં આવશે. જેમાં જનરલ સર્જરી ઉપરાંત યુરોલોજી, સર્જિકલ ગ્રેસ્ટ્રોએન્ટ્રોલોજી અને ઓફથૈલમોલોજીની સર્જરી પણ શામેલ છે.
IMA શા માટે કરી રહ્યુ છે વિરોધ?
IMAએ કેન્દ્ર સરકારના આ પગલાને મિક્સોપૈથી જણાવ્યુ છે. એસોસિએશને આયુર્વેદ ડોક્ટરોની સર્જરી કરવાની યોગ્યતાઓ સામે સવાલ ઉઠાવ્યો છે. એક આયુર્વેદિક ચિકિત્સક અને ભારતીય ચિકિત્સાના શિક્ષકએ IMAને નોટિસ મોકલી હતી.