મુંબઇઃ પાછલા લગભગ બે દોઢ વર્ષમાં ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં ઝડપી ઘટાડો આવ્યો છે. કોરોનાના લીધે હાલના સમયે બેન્કોના થાપણ પરના વ્યાજદર પણ તળિયે પહોંચી ગયા છે. એવામાં લોકો ફિક્સ્ડ ડિપોઝિટથી ઓછી કમાણી થઇ રહી છે. અલબત્ત, હાલમાં પણ કેટલીક બેન્કો ફિક્સ્ડ ડિપોઝિટ પર સારું વ્યાજ આપી રહી છે. ચાલો જાણીયે ફિક્સ્ડ ડિપોઝિટ પર 7 ટકા સુધીનું રિટર્ન આપતી બેન્કો વિશે…
આ બે બેન્કો આપી રહી છે 7 ટકા જેટલું ઉંચુ રિટર્ન
જો તમે ઇન્ડ્સઇન્ડ બેન્ક કે યસ બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવશો તો તમને 7 ટકાસુધીનું રિટર્ન મળી શકે છે. ઇન્ડસઇન્ડ બેન્ક 1 વર્ષથી લઇને બે વર્ષથી ઓછી મુદ્દત અને 2 વર્ષથી લઇને ત્રણ વર્ષથી ઓછી મુદ્દતની ફિક્સ્ડ ડિપોઝિટ પર 7 ટકા વ્યાજ આપી રહી છે. જો તમે યસ બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવશો તો તમને 2 વર્ષથી ળઇને 3 વર્ષ ઓછા સમયગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પર 7 ટકા વ્યાજ મળશે.
આ બેન્કો પણ આપી રહી છે ઉંચુ વળતર
જો તમે ડીસીબી બેન્ક, આરબીએલ બેન્ક કે બંધન બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવશો તો તમને 7 ટકા સુધી તો નહીં પણ 6 ટકા કે તેનાથી થોડુંક વધારે રિટર્ન મળી શકે છે. અલબત્ત ફિક્સ્ડ ડિપોઝિટ પરનુ વ્યાજ તેના સમયગાળાના આધારે નક્કી થાય છે અને તે અલગ-અલગ હોય છે. જેમ કે ડીસીબી બેન્કમાં તમને 1 વર્ષની મુદ્દતી થાપણ પણ 6.90 થી લઇને 6.95 ટકા સુધીની રિટર્ન મળી શકે છે.