હાલ દેશમાં એક તરફ ખેડૂત આંદોલન ચરમસીમા ઉપર છે બીજી તરફ કમોસમી વરસાદ માં પાક ને નુકસાન થઈ રહ્યું છે અગાઉ ચોમાસા માં પણ નુકસાન થઈ ચૂક્યું છે ખેડૂતોને પોષણ ક્ષમ ભાવો મળતા નથી આ બધી કઠણાઈ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સોશિયલ મીડિયામાં ખેડૂતોને નામે એક પત્ર લખી પોતાનો અભિપ્રાય આપ્યો કે 2002માં ગુજરાતના ખેડૂતોની વાર્ષિક આવક અંદાજે રૂપિયા 9000 કરોડ હતી જે આજે વધીને દોઢ લાખ કરોડથી વધુ થઇ છે. તેઓ ખેડૂતો ની જાણે મજાક કરતા હોય તેમ પાટીલના આ દાવા મુજબ 18 વર્ષમાં ગુજરાતના ખેડૂતોની આવક 16 ગણી વધી છે.
એકતરફ ગુજરાતના ખેડૂતો પાયમાલીના પંથે છે તો બીજીતરફ પાટીલ કહે છે કે, ખેડૂતોએ જંગી કમાણી કરી છે. તેમના દાવા મુજબ, ગુજરાતના ખેડૂતો મહિને રૂ. 24000ની કમાણી કરે છે. જ્યારે કેન્દ્ર સરકારની કૃષિ પોકેટ બુકના આંકડા મુજબ, ગુજરાતના ખેડૂતની માસિક આવક માત્ર રૂ. 3500 જ છે. જોકે પાટીલને પોતે કઈક વધુ પડતું જ લખી નાખ્યું હોવાનું ભાન થતાં જ બે કલાકમાં જ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
પાટીલે લખ્યું કે 2002માં ખેડૂતોની વાર્ષિક આવક 9000 કરોડની હતી. એ પછી સરકારી આંકડા મુજબ 11 ટકાના દરે વિકાસ થયો છે. આ આંકડા સાચા માનીએ તો પણ દોઢ લાખ કરોડની આવક થતી નહિ હોવાનું સાબિત થાય છે ત્યારે જે લોકો એ તેમનું અધુરું જ્ઞાન વાંચ્યું તેઓ માં ભારે અચરજ ફેલાયું હતુ.
