રાજ્ય માં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ વાતાવરણમાં પલટા સાથે ચોમાસા જેવો માહોલ છે ત્યારે હવે સોમવાર ના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી હઠી જતા રાજ્યનાં મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10થી14 ડિગ્રી નીચે જવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. કચ્છ માં નલિયા અને ઉત્તર ગુજરાત ના ડીસા જેવાં શહેરોનું તાપમાન 10 ડિગ્રી નીચે જતાં રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.સોમવારથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10થી14 ડિગ્રી નીચે પહોંચવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર વધશે, જેને કારણે કચ્છના નલિયા,ભુજ,કંડલા અને ડીસામાં ઠંડીનો પારો 10 ડિગ્રી તેમજ અમદાવાદમાં 12 ડિગ્રી રહેશે પરિણામે રાજ્યભરમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.
