મુંબઇઃ ઇન્ટરનેટનું વળગણ હોય તેવા મોબાઇલ યુઝર્સ નવા વર્ષે કોલિંગ અને ઇન્ટરનેટ ડેટા પેક માટે વધારે નાણાં ખર્ચવા તૈયાર થઇ જાય કારણ કે ટેલિકોમ કંપનીઓએ ટેરિફ રેટ વધારીને ગ્રાહકોને ફરી લૂંટવાની તૈયારી કરી દીધી છે. આ વખતે ટેલિકોમ કંપનીઓ કોલિંગ અને ઇન્ટરનેટ ડેટા પેકના ટેરિફ રેટમાં તોતિંગ વધારો કરશે.
એર રિપોર્ટમાં જણાવ્યા મુજબ મુજબ ટેલિકોમ કંપનીઓએ ઇન્ટરનેટ ડેટાના પેકના ટેરિફ રેટમાં 5થી 9 ગણો વધારો કરવાની માંગણી છે જેના પગલે મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ ઘણી મોંઘી થઇ જશે. આમ એક રીતે અત્યાર સુધી સસ્તામાં મળતી ઇન્ટરનેટ સર્વિસ માટે લોકોએ હવે વધારે રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
નોંધનિય છે કે, પાછલા વર્ષે ડિસેમ્બરમાં ટેલિકોમ કંપનીઓએ પ્રી-પેડ ટેરિફ રેટ 25થી 40ટકા વધાર્યા હતા. ટેરિફ રેટમાં બીજી વૃદ્ધિ ડિસેમ્બરમાં થવાની હતી પરંતુ કોરોના કટોકટીને પગલે તેને પાછી ઠેલવી અને આગામી કેલેન્ટરમાં ટેરિફ વધારવાનો નિર્ણય લીધો. ત્યારે ટેલિકોમ કંપનીઓ ફ્લોર પ્રાઇસ એટલે કે મિનિમમ ટેરિફ રેટને લઇને સ્પષ્ટતા ઇચ્છતી હતી ટેલિકોમ કંપનીઓએ ઇન્ટરનેટ ડેટાની પ્રાઇસમાં 5થી 9 ગણો વધારો કરવાની માંગણી કરી છે.