અમદાવાદ માં મકાન ના ચાલી રહેલા કૌટુંબિક ઝગડા માં માસૂમ બાળકો એસિડ ઍટેક નો ભોગ બન્યા છે જે ઘટના બાદ હજુસુધી આરોપી નહિ પકડાતા સવાલો ઉઠ્યા છે.
અમદાવાદ ના માધવપુરામાં મહેંદીકુવા વિસ્તારમાં આવેલી કંચનબેનની ચાલીમાં લક્ષ્મીબેન દંતાણી તેમના બે દીકરા અને ત્રણ પુત્રીઓ સાથે રહે છે જેઓએ આ મકાન છ વર્ષ અગાઉ તેમના કાકા સસરા મોહનભાઇ દંતાણી પાસેથી રૂ. ત્રણ લાખમાં ખરીદ્યું હતું. મકાન ખરીદી લીધા બાદ તેમના પુત્ર અજય અને વિજય આ મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો ચાલતો હતો અને આજ અરસા માં મુંબઈથી લક્ષ્મીબેનના બહેન બનેવી પણ આવ્યા હોઈ તમામ લોકો ઘરમાં સુતા હતા તે સમયે અજય દંતાણી વહેલી સવારે પાંચ વાગ્યે આવ્યો હતો. મકાનની બારી ખુલ્લી હતી તેમાંથી બૂમ પાડી કહ્યું હતું કે મકાન કેમ ખાલી નથી કરતા તમે કેવી રીતે રહો છો. તેમ કહી અંદર એસિડ ફેકતા લક્ષ્મીબેન, તેમની 5 અને 8 વર્ષની દીકરી તેમજ 10 વર્ષના દીકરા પર એસિડ ઉડયું હતું. તમામના ચહેરા પર એસિડ ઉડતા તેઓ દાઝી ગયા હતા. બે નાની છોકરીઓના ચહેરા પર એસિડ વધુ ઉડતા તેઓના ચહેરા ખરાબ થઈ ગયા હતા. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માધવપુરા પોલીસે આ મામલે હત્યા પ્રયાસ સહિતનો ગુનો નોંધ્યો છે. જો કે હજી સુધી એકપણ આરોપીની પોલીસ ધરપકડ કરી શકી નથી.
અમદાવાદ માં એસિડ એટેક ની ચકચારી ઘટના માં પોલીસ ની નિષ્ક્રિયતા બહાર આવી છે અને આરોપીઓ ને પકડવામાં ઢીલી નીતિ અખત્યાર કરાઈ રહી છે.
માધવપુરામાં બાળકો પર એસિડ એટેક બાદ પીઆઇ બારડ દ્વારા પગલાં નહિ ભરાતા સવાલો ઉઠ્યા છે.
