રાંચીઃ ઘાસ કૌભાંડના આરોપ રાજદ પાર્ટીના વડા લાલ પ્રસાદ યાદવની તબિયત દિવસેને દિવસ ગંભીર થઇ રહી છે. રાંચીની RIMSના પેઇંગ વોર્ડમાં દાખલ લાલુ યાદવની કિડનીનું ક્રિએટિનન લેવલ સતત વધી રહ્યુ છે. લાલુની કિડની 25 ટકાથી પણ ઓછી કામગીરી કરી છે. શનિવારે તેમની સારવાર કરી રહેલા ડોક્ટર ઉમેશ પ્રસાદ યાદવે માહિતી આપતા જણાવ્યુ કે, આગામી થોડાંક દિવસો સુધી આવુ જ રહ્યુ તો લાલુ યાદવને ડાયાલિસિસ કરાવવાની જરૂર પડી શકે છે.
લાલુ યાવદની સારવરા કરી રહેલા ડો. ઉમેશ યાદવે કહ્યુ કે, પાછલા કેટલા દિવસોમાં લાલુ પ્રસાદ બહુત ચિંતિત અને પરેશાન છે. તેમની 25 ટકા જ કિડની કામ કરી રહી છે. એવામાં ગમે ત્યારે તેમની કિડની કામગીરી કરતી બંધ થઇ શકે છે. અમે લેખિતમાં આ અંગે RIMSના ઉચ્ચ અધિકારી અને સરકારને માહિતી આપી દીધી છે.
ઉલ્લેખનિય છે કે, RIMSમાં દાખલ થયા ત્યારે તેમને કિડની 53 ટકા કામ કરી કરી હતી. ડોક્ટરોના મતે લાલુ યાદવનું શુગર લેવલ પણ વધી રહ્યુ છે. આથી તેમને સારી સારવારની જરૂર છે.ઉમેશ યાદવે કહ્યુ કે, જો જરૂર પડી તો લાલ યાદવની સારવરા માટે બહારથી પણ ડોક્ટરો બોલાવવા પડી શકે છે. માહિતી મુજબ RIMSમાં દાખલ થયા ત્યારે તેમની 53ટકા કિડની કામ કરી રહી હતી જ્યારે હાલ માત્ર 25 ટકા જ કિડની કાર્યરત છે.