ન્યુયોર્કઃ અમેરિકા ચીન અને રશિયાને માત આપવા માટે ‘અદ્રશ્ય હથિયાર’ બનાવ્યુ છે જે રડારમાં પણ પકડાશે નહીં. અમેરિકન એરફોર્સએ એશિયા અને યુરોપમાં વધી રહેલા સૈનિક ઘર્ષણ દરમિયાન ઘાતક સ્ટીલ્થ ડ્રોન બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.આર્ટિફિશિયલ એન્ટેલિજન્સ (એઆઇ)થી સજ્જ આ નવી ટેકનોલોજી વાળા ડ્રોન દુશ્મનની રડારમાં પણ પકડાયા વગર હુમલો કરવામાં અને દુશ્મનોના છુપા ઠેકાણાંઓની માહિતી એક્ઠી કરવામાં કારગત નીવડશે. અગાઉ થયેલા હવાઇ યુદ્ધાભ્યાસ દરમિયાન પણ એઆઇ ટેકનોલોજીથી સજ્જ આ ડ્રોને સાબિત કર્યુ છે તે માણસો કરતા સારી રીતે કામગીરી કરી શકે છે. સૌથી મોટી વાત એ છે કે તે અન્ય ડ્રોન્સની જેમ તેને કોઇ માણસ દ્વારા ઓપરેટ કરવામાં આવશે નહીં.
વિશ્વમાં છેલ્લા ઘણા વર્ષોથી ડ્રોનનો સૈન્યમાં ઉપયોગ વધ્યો છે. ત્યારે યુએસ એરફોર્સના લાઈફ મેનેજમેન્ટ સેન્ટરે 2021માં આ મિશનાઈઝ્ડ ડ્રોનના વધુ એક પરીક્ષણ માટે ડ્રોનના સેમ્પલ બનાવવા માટે ત્રણ ફર્મને કામ સોપ્યું છે. તે માટે અમેરિકી ડિફેન્સ કંપની બોઈંગને 25.7 મિલિયન ડૉલર, General Atomics Aeronautical Systemsને 14.3 મિલિયન ડૉલર અને Kratos Unmanned Aerial Systems ને37.8 મિલિયન ડૉલર આપવામાં આવ્યા છે.
સ્કાયબોર્ગ ડ્રોનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ ટેકનિક હોવાના કારણે તેને વ્યક્તિઓ દ્વારા ઓપરેટ કરવાની કોઈ જરૂરીયાત નહી રહે. આ ડ્રોન અમેરિકાના સ્કાઈબર્ગ વેનગાર્ડ પ્રોગ્રામનો ભાગ હશે. આ પ્રોગ્રામ અંતર્ગત ડ્રોન યુદ્ધ સમયે પાયલોટ્સને ટેકો પુરો પાડશે..આ ડ્રોન હવામા જ દુશ્મનના કોઈપણ ખતરાને પહોંચી વળવા સક્ષમ હશે. તેનાથી અમેરિકી એરફોર્સના પાયલોટસના જીવનું પણ રક્ષણ થશે.
ઉલ્લેખનિય છે કે, અમેરિકી એરફોર્સ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ખાસિયતો અને અત્યાધુનિક હથિયારોના કારણે જાણીતી છે. તેમ છતાં દુશ્મન દેશોના નવા પડકારોને પહોંચી વળવા અમેરિકી સેના સતત અદ્યતન હથિયારો બનાવી રહી છે.