કોરોના વેક્સની ટૂંક સમયમાં મળવાના અહેવાલોને પગલે શેરબજારમાં હાલ તેજી જોવા મળી છે. આ તેજીથી શેરબજારાના રોકાણકારોને સારો નફો મળી રહ્યો છે. આવી સ્થિતિમાં માત્ર શેરબજારની માત્ર કમાણી ઉપર જ ધ્યાન આપવાની સાથે-સાથે કમાણી ઉપર લાગતા ટેક્સની માહિતી પણ હોવી જોઇએ. શેરબજારની કમાણી પર કેટલો કેસ લાગે છે અને ક્યુ આઇટી રિટર્ન ફોર્મ ભરવુ પડે છે, ચાલો જાણીયે…
શેરમાં ટ્રેડિંગ પર બે પ્રકારના કેપિટલ ગેઇન લાગે છે, પ્રથમ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને બીજુ લોંગ ટર્મ કેપિટલ ગેઇન. 1 વર્ષથી ઓછા સમયમાં થયેલી કમાણીને શોર્ટ ટર્મ ગેઇન અને એક વર્ષ કે તેથી વધારે સમયગાળામાં થયેલી કમાણીને લોંગ ટર્મ કેપિટલ ગેઇન કહેવાય છે.
ઇન્ટ્રા-ડે ટ્રેડિંગથી થયેલી કમાણી પર ટેક્સ
જેમ કે નામથી સ્પષ્ટ થાય છે કે આ કમાણી એક જ દિવસમાં થતી હોય છે. એટલે કે સવારથી સાંજ સુધીના સમયમાં તમે શેરબજારમાં શેર ખરીદીને તેને વેચી દીધા હોય અને જે કમાણી થાય તેને ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ કહેવાય છે અને તેમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થાય છે.એવામાં તમારે નફા પર 15 ટકા ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે. ધ્યાન રાખો કે ઇન્ટ્ર-ડે ટ્રેડિંગથી થયેલ કમાણીને સ્પેક્યુલેટિવ બિઝનેસની રીતે જોવામાં આવે છે અને આથી આઇટીઆર ફાઇલ કરતી વખતે આઇટીઆર-3 ફોર્મ ફાઇલ કરવાનું હોય છે.
શેરબજારમાંથી થયેલી અન્ય સમયગાળાની કમાણી પર ટેક્સ
જો તમે શેરબજારમાં એક દિવસથી વધારે સમય માટે શેર ખરીદો છો તો તેનાથી થયેલ કમાણી માટે તમારે આઇટીઆર-2 ફોર્મ ભરવુ પડશે. જો તમારી કમાણી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે તો તમારે 15ટકા ટેક્સ ચૂકવવો પડશે. જો તમારી કમાણી લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે તો 1 લાખથી વધારે રકમની કમાણી પર 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે. નોંધનિય છે કે, 1 લાખ રૂપિયા સુધીના લોંગ ટર્મ કેપિટલ ગેઇનને આવકવેરામાં મૂક્તિ આપવાની જોગવાઇ છે.