ચાલુ વર્ષે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, સાયરસ પૂનાવાલા, શિવ નાડર, અઝિમ પ્રેમજી, રાધાકિષ્ન દામાણી અને દિલીપ સંઘવીની સંપત્તિમાં ચાલુ વર્ષે પણ જંગી વધારો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ ચાલુ વર્ષે 18.1 અબજ ડોલર વધી ચૂકી છે. હાલના સમયે તેમની પાસે 76.7 અબજ ડોલરની સંપત્તિ છે જે પાછલા વર્ષના અંતમાં 58.6 અબજ ડોલર હતી. ચાલો જાણીયે ચાલુ વર્ષે કયા ધનાઢ્યની સંપત્તિમાં કેટલો વધારો થયો.
સાયરસ પૂનાવાલા
ભારતના વેક્સીન કિંગના મામે પ્રખ્યાત સાયરસ પૂનાવાલાની સંપત્તિમાં ચાલુ વર્ષે 6.91 અબજ ડોલરની વૃદ્ધિ સાથે 15.6 અબજ ડોલરે પહોંચી ગઇ છે. તેની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વેક્સીન બનાવનાર દુનિયાની સૌથી મોટી કંપની છે. કોરોના વિરુદ્ધ દુનિયાભરમાં ઘણી વેક્સીન બની રહી છે અને તેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની ભૂમિકા પણ સૌથી મહત્વપૂર્ણ છે.
ગૌત્તમ અદાણી
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌત્તમ અદાણીની સંપત્તિ ચાલુ વર્ષે સૌથી વધુ વધી છે. અદાણીની સંપત્તિ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 21.1 અબજ ડોલર વધી ચૂકી છે.હાલ તેમની સંપત્તિ 32.4 અબજ ડોલર છે જે પાછલા વર્ષના અંતમાં 11.3 અબજડોલર હતી. અદાણી ગ્રૂપની કમાણીમાં અદાણી ગ્રૂપ એનર્જીના શેરની ભૂમિકા ઘણી મોટી છે, જે આ સમયગાળા દરમિયાન 525 ટકા ઉછળ્યો છે.
ભારત અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 18.1 અબજ ડોલર વધી ચૂકી છે. હાલ તેની સંપત્તિ 76.7 અબજ ડોલર છે જે પાછલા વર્ષના અંતમાં 58.6 અબજ ડોલર હતી. અંબાણીની કંપની ઓઇલ અને ગેસ, ટેલિકોમ અને રિટેલ સેક્ટરમાં કાર્યરત છે. અંબાણીની કમાણીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ભૂમિકા મોટી છે.