નવી દિલ્હીઃ હજી સુધી કોરોના વાયરસની અસરકારક રસ મળી નથી ત્યાં તો કોરોના સંક્રમણથી મુક્ત થયેલા દર્દીઓમાં નવા ફંગલ ઇન્ફેક્શનના કેસ સામે આવ્યા છે જે ઘણા ઘાતક સાબિત થઇ શકે છે. આ વાત ડોક્ટરોએ જણાવી છે અને આવા દુર્લભ અને જીવલેણ ફંગલ ઇન્ફેક્શનમાં દર્દી આંખની રોશની પણ ગુમાવી શકે છે. તેના લીધે નાક અને જડબાંનું હાડકું દૂર કરવુ પડી શકે છે. કેટલાંક કેસોમાં તો મગજ પર પણ તેની અસર થઇ શકે છે જેનાથી 15 દિવસની અંદર દર્દીની મોત થઇ શકે છે. આ બ્લેક ફંગસ કે Mucormycosisના નામે ઓળખાય છે. દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં આવા 13 કેસ સામે આવ્યા છે.
Mucormycosisને પહલા zygomycosisના નામે ઓળખાય છે. આ mucormycetes નામના મોલ્ડસના કારણે થનાર ઇન્ફેક્શનથી થાય છે. Mucormycosis મુખ્યત્વે તે લોકોને અસર કરે છે જેને આરોગ્ય સંબંધિત બિમારીઓ હોય અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય.
50% કેસોમાં દર્દીએ આંખોની રોશની ગુમાવી
હોસ્પિટલના અધિકારીએ જણાવ્યુ કે, આંખ-નાક-ગળા (ઇએનટી) ચિકિત્સકોની સામે વિતેલા 15 દિવસમાં આવા 13 કેસ સામે આવ્યા. જેમાંથ 50 ટકા દર્દીઓએ આંખોની રોશની ગુમાવી દીધી. આ ચિંતાજનક સમસ્યા દુર્લભ છે છે પરંતુ નવી નથી. કોરોના વાયરસથી થતું ફંગલ ઇન્ફેક્શન તેમાં નવી વાત છે.
જાણો, આ ફંગલ ઇન્ફ્લેક્શનના લક્ષણો
Mucormycosisમાં ચેહરો સુન્ન થઇ જાય છે. એક બાજુની નાક બંધ થઇ જાય છે અથવા આંખોમાં સોજો આવી શકે છે, દુખાવો પણ થાય છે. ઇએનટી સર્જન સેમ્પલ લઇને સારવાર કરે છે જેથી આંખોની રોશની બચાવી શકાય. એક કેસમાં કોરોનાથી મુક્ત થયેલા 32 વર્ષના એક વ્યક્તિને ડાબી બાજુની નાકથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હતી.