દિલ્હીઃ દિલ્હી-હરિયાણા બોર્ડર પર ધરણામાં શામેલ સંત બાબા રામ સિંહે બુધવારે પોતાને ગોળ મારી આત્મહત્યા કરી છે. ગોળી વાગતા તેમની મોત થઇ ગઇ છે. ઘાયલ હાલતમાં તેમને નજીકના એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યારે તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.
બાબા રામ સિંહ કરનાલના રહેવાસી હતા. તેમનો એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરી તેમના હકની માટે અવાજ ઉઠાવ્યો છે.
બાબા રામસિંહના સેવક ગુરમીત સિંહે પણ આ ઘટનાની પૃષ્ટિ આપી છે. એવુ કહેવાય છે કે, બાબાજીના હરિયાણા અને પંજાબમાં જ નહીં, દુનિયાભરમાં લાખોની સંખ્યામાં અનુયાયીઓ છે.
ઉલ્લેખનિય છે કે, ગત મંગળવારે પણ ખેડૂતને હાર્ટ એટેક આવતા તેની મોત થઇ ગઇ હતી. માહિતી મુજબ કુંડલી બોર્ડર પરકેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં મંગળવારે એક ખેડૂતને હાર્ટ એટેક આવતા મોત થઇ ગઇ હતી. પંજાબના મોગા જિલ્લાના ભિંડર કલા ગામના રહેવાસી મક્ખન ખાન (42) પોતાના સાથી બલકાર અને અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે ત્રણ દિવસ પહેલા કુંડળી બોર્ડર પર ખેડૂત આંદોલનમાં શામેલ થવા આવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, આજે ખેડૂત આંદોલનનો 21મો દિવસ છે અને હજી સુધી કોઇ નિરાકરણ આવ્યુ હતુ.