ગુજરાત માં દારૂબંધી ને સરકારે મજાક બનાવી દીધી છે,ગાંધીનગર માં સરકારી અધિકારી ની સરકારી ગાડી માં જ દારૂ ઝડપાતા ચકચાર મચી છે.ગુજરાતમાં સરકાર દારૂબંધી ના કડક કાયદો બનાવી ટીવી અને અખબારો માં જાહેરાત તો કરી દીધી પણ આ કાયદા નું ખુદ અધિકારીઓ જ પાલન કરતા નથી અને સરકારી ગાડીઓ માં જ દારૂ પકડાઈ રહ્યો હોવાના શરમજનક કિસ્સા સામે આવી રહ્યા છે, રાજ્યમાં દારૂબંધી ફારસ સાબિત થઇ રહી છે. જ્યાં નેતાઓ બેસે છે તે રાજ્ય ના પાટનગર ગાંધીનગર ના જ અધિકારીની સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ પકડાતા ભારે ચર્ચા ઉઠવા પામી છે. ખુદ સરકારી અધિકારીઓ ને જ દારૂ વગર ચાલતું નહિ હોવાનું જણાય રહ્યું છે અને હવે તો સરકારી ગાડીમાં જ દારૂ લાવી રહ્યા છે.
ગાંધીનગરમાં સામાન્ય વહીવટ વિભાગના અધિકારીની સરકારી ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. સરકારી ગાડીમાંથી કુલ 80 બોટલ વિદેશી દારૂ મળ્યો છે. GJ-18G-9120 નંબરની સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ મળી આવતા ચીલોડા કારના ડ્રાઇવર ધર્મેન્દ્રભાઈ ઉદાવતની ધરપકડ કરી છે, સરકારી ગાડીમાંથી દારુ મળી આવતા સચિવાલયમાં આ મેટર દિવસભર ભારે ચર્ચા માં રહી હતી.
