મુંબઇઃ Mrs Bectorsનો IPO આજે બુધવારે ઇશ્યૂના બીજા દિવસે 11.40 ગણો ભરાયો છે. કંપનીને રોકાણકારો તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. Mrs Bectorsનો IPO મંગળવારે ખૂલ્યો હતો અને પ્રથમ દિવસ જ સંપૂર્ણ સબસ્ક્રાઇબ થઇ ગયો હતો. Mrs Bectorsના IPO માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે.
મંગળવાર સુધી IPOને 3.72 ગણી અરજી મળી હતી. બર્ગર કિંગ ઇન્ડિયા બાદ ચાલુ મહિને આ બીજો આઇપીઓ છે, જેને ઓપન થયાના થોડાંક જ કલાક બાદ ફુલ સબ્સ્ક્રિપ્શન મળ્યુ હતુ. મિસેસ બેક્ટર્સ ફૂડના IPO હેઠળ 15,09,10,500 શેર માટે બીડ મળી છે જ્યારે વેચાણ માટે 1,32,36,111 શેર ફાળવવામાં આવ્યા છે.
યોગ્યતા ધરાવતા રોકાણકારોની શ્રૈણીમાં 4.68 ગણો, નોન સંસ્થાકીય રોકાણકારોની શ્રૈણીમાં 8.67 ગણો અને રિટેલ વ્યક્તિગત રોકાણકારોના કિસ્સામાં 16.36 ગણી બીડ મળી છે. આઇપીઓની માટે કંપનીએ પ્રાઇસ રેન્જ પ્રતિ ઇક્વિટી શેર દીઠ 286-288 રૂપિયા નક્કી કરી છે. ગત સોમવારે કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 162 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા હતા. આ આઇપીઓ આજે 16 ડિસેમ્બરના રોજ બંધ થશે.