મુંબઇઃ ભારતીય શેરબજારમાં સતત 5માં દિવસે તેજીનો બુલરન અકબંધ રહ્યો અને નવી ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્ય હતા. આજે ગુરવારે બીએસઇનો સેન્સેક્સ 224 પોઇન્ટના સુધારે 46,890ના સ્તરે બંધ થયા હતા. તો એનએસઇનો નિફ્ટી-50 ઇન્ડેક્સ 58 પોઇન્ટની મજબૂતીમાં 13,740ના સ્તરે બંધ થયો હતો. સેશન દરમિયાન સેન્સેક્સ 46,992 અને નિફ્ટી 13,773ની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા હતા, જે અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટી છે. આ સાથે ભારતીય શેરબજાર સતત ચોથા દિવસે નવી ઉંચાઇએ બંધ થયા છે. આજની તેજીને પગલે બીએસઇની માર્કેટકેપ 8 કરોડ રૂપિયા વધીને 185.21 લાખ કરોડ રૂપિયા થઇ હતી. ગત બુધવારે બીએસઇની માર્કેટકેપ 185.13 લાખ કરોડ રૂપિયા નોંધાઇ હતી.
સેન્સેક્સના 30માંથી 18 શેર ડાઉન
ભારતીય શેરબજારમાં ભલે તેજી હોય પણ આંતરપ્રવાહ સાવધાનીના સંકેત આપે છે. બેન્ચમાર્ક સેન્સેક્સના 30માંતી 18 બ્લુચીપ સ્ટોક ઘટ્યા હતા. જેમાં ઓએનજીસી 1.5 ટકા, મારુતિ સુઝુકી દોઢ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર સવા ટકા, ટાટા સ્ટીલ 1.24 ટકા, બજાજા ઓટો – સન ફાર્મા લગભગ 1-1 ટકા ડાઉન હતા. તો સામે એચડીએફસી 3 ટકા, બજાજ ફિનસર્વ પોણા 3 ટકા, એચડીએફસી બેન્ક 2.2 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક સવા ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.1 ટકા અને પાવરગ્રીડ પણ 1.1 ટકા વધ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી-50ના 50માંથી 34 શેર આજે રેડ ઝોનમાં બંધ થયા હતા.
સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન કોર્પોરેટ એડવાન્સ ટેક્સ ક્લેક્શનમાં સુધારો જોવા મળ્યો છે. આ દરમિયાન કોર્પોરેટ ટેક્સ ક્લેક્શન વાર્ષિક તુલનાએ 49 ટકા વધ્યુ છે. 16 ડિસેમ્બર સુદી એડવાન્સ ટેક્સ ક્લેક્શન 49 ટકા વધીને 1 લાખ કરોડને વટાવી ગયુ છે.