Tax Saving Tips: નાણાં વર્ષ 2019-20ની માટે આઇટી રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 તારીખ છે. જે લોકોની કરપાત્ર આવક 5 લાખ રૂપિયા સુધી છે, તેઓ ચિંતા મુક્ત છે પરંતુ જેમની કરપાત્ર આવક 5 લાખથી વધારે છે તેઓ ચિંતામાં છે કારણ કે તેમણે ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે.
87-એ હેઠળ મળે છે મૂક્તિ
ટેક્સ સ્લેબ મુજબ 2.5 લાખથી ઉપરની કરપાત્ર આવક પર ટેક્સ લાગે છે પરંતુ જો તમારી કરપાત્ર આવક 5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી છે તો તમને કલમ 87-એ હેઠળ 12,500 રૂપિયા સુધીની મુક્તિ મળે છે. એટલે કે 2.5 લાખ રૂપિયા પર લાગતો 5 ટકા ટેક્સ 12,500 રૂપિયાની છુટ. જો આ ઇન્કમ 5 લાખથી ઓછી છે તો કરપાત્ર આવક બાદ વધેલી આવક પર 5 ટકા કરમૂક્તિ મળે છે. એવામાં તમારી ઉપર લગતો ઇફેક્ટિવ ટેક્સ શૂન્ય થઇ જાય છે. અલબત્ત આઇટીઆર ફાઇલ કરવોં જરૂરી છે ભલે તમારી આવક પર કોઇ ટેક્સ ન લાગે તો પણ …
1 રૂપિયાના લીધે લાગી શકે છે 12,500 રૂપિયાનો ટેક્સ
હવે માનો લો કે તમારી કરપાત્ર આવક 5 લાખ 1 રૂપિયા કે તેનાથી વધારે છે તો તમારો ટેક્સ શૂન્ય રહેશે નહીં અને તમારે 2.5થી 5 લાખની વચ્ચેની રકમ એટલે 2.5 લાખ પર ઉપર ટેક્સ ચૂકવવો પડશે. માની લો કે તમારી કરપાત્ર આવક 5 લાખ 1 રૂપિયો છે તો તમને 87-એ નો ફાયદો મળશે નહીં અને તમારા પર 12,500 રૂપિયાનો ટેક્સ લાગશે. કરપાત્ર આવક 5 લાખથી વધારે હોવાથી ટેક્સની ગણતરી 2.5 લાખ રૂપિયાથી ઉપરની બધી રકમ પર થાય છે.
કેવી રીતે બચાવશો 1,2500 રૂપિયાનો ટેક્સ
તમારી કરપાત્ર આવક માત્ર 1 રૂપિયાના લીધે 5 લાખથી વધારે થઇ ગઇ છે, એટલે કે જો તમે 1 રૂપિયા કે તેનાથી વધારે કોઇ મૂડીરોકાણ દેખાડી દો તો કે 80સી, 80ડી વગેરે હેઠળ ડિડક્શન ક્લેઇમ કરો તો તમારી કરપાત્ર આવક ફરીથી 5 લાખ કે તેના કરતા ઓછી થઇ જશે અને તમારે 12,500 રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડશે નહીં. નોંધનિય છે કે તમે 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીન ફાયદો મેળવી શકો છે.
80સી બાદ પણ કેવી રીતે બચાવશો ટેક્સ
જો તમારી 80સીની 1.5 લાખ રૂપિયાની મર્યાદા સમાપ્ત થઇ ગઇ છે ને તમારી કરપાત્ર આવક 5 લાખ રૂપિયાથી નજીવી વધારે છે અથવા 12,500 રૂપિયા સુધી વધારે છે તો તમે 80જીની મદદ લઇ શકો છો. આ સેક્શન હેઠળ ડોનેશનની રકમ પર ટેક્સ ડિડક્શન મેળવી શકો છો. માની લો કે તમારી કરપાત્ર આવક 5 લાખ 10 હજાર રૂપિયા છે. એવામાં જો તમે 10 હજાર રૂપિયા દાનમાં લો તો તમને 80જી હેઠળ ટેક્સમાં મૂક્તિ મળી જશે અને તમારી કરપાત્ર આવક ફરીથી 5 લાખ રૂપિયા થઇ જશે, એટલે કે શૂન્ય ટેક્. આવી રીતે તમે 10 હજાર રૂપિયા ખર્ચ કરીને પણ 2500 રૂપિયા બચાવી શકો છો.