નવી દિલ્હીઃ રેલવે વિભાગ માંગ આધારિત પેસેન્જર ટ્રેન દોડાવવાની યોજના બનાવ રહ્યુ છે અને તેની વર્ષ 2024 સુધી વેઇટિંગ લિસ્ટની વ્યવસ્થા નાબૂદ કરવાની યોજના છે. આ સાથે જ રેલવે ફ્રેઇટ મૂવમેન્ટમાં પોતાન હિસ્સેદારી 27 ટકાથી વધારીને 2030 સુધી 45 ટકા પહોંચવાની યોજના છે. આ બધુ નેશનલ રેલવે પ્લાનનો હિસ્સો છે.
રેલવેની સાથે વિઝન-2024 હેટળ વર્ષ 2024 સુધી ફ્રેઇટ મૂવમેન્ટ 2024 મિલિયન ટને પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે જે વર્ષ 2019માં 1210 મિલિયન ટન હતું. પાછલા વર્ષે કુલ નેશનલ ફ્રેઇટ 4700 મિલિયન ટન હતો જેમાં રેલવેની હિસ્સેદારી 27 ટકા હતી. ઇન્ડિયન રેલવે એ 2026 સુધી ટોટલ નેશનલ ફ્રેઇટ મૂવમેન્ટના 6400 મિલિયન ટને પહોંચવાનો અંદાજ મૂક્યો છે.
કેટલુ ખર્ચ થશે
રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવે આજે શુક્રવારે જણાવ્યુ કે, તેની માટે 2.9 લાખ કરોડ રૂપિયાનો મૂડીખર્ચ કરવામાં આવશે. અમે નેશનલ રેલવે પ્લાન અંગે હિસ્સેદારીના સૂચનો લઇશુ અને અપેક્ષા છે કે, એક મહિનામાં તેને અંતિમરૂપ આપી દઇશુ. તેની સાથે જ કહ્યુ છે કે ઓપરેટિંગ કોસ્ટને ઓછી કરાશે અને ફ્રેઇટ ટેરિફને વ્યવહારીક બનાવાશે.
યાદવે કહ્યુ કે, રેલવે એ તમામ મહત્વપૂર્ણ યોજનાઓને 2024સુધી પૂર્ કરવા માટે ભંડોળ એક્ત્ર કરવાની વ્યવસ્થા કરી ચે. ચાલુ નાણાં વર્ષમાં રેલવેની કમાણી અંગે યાજવે કહ્યુ કે, કોરોનાના કારણે ઘણા મહિનાથી રેલ ટ્રાફિક બંધ છે જેનાથી પેસેન્જર ટ્રેન રેવન્યૂના મામલે ભારે નુકસાન કરી રહી છે. ચાલુ વર્ષે પેસેન્જર રેવન્યૂના 15000 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે જે પાછલા વર્ષ 52 કરોડ રૂપિયા હતુ. અત્યાર સુધી પેસેન્જર ટ્રેન રેવન્યૂ 4600 કરોડ રૂપિયા છે. અલબત્ત ફ્રેઇટ રેવન્યૂ અને લોડિંગમાં 10 ટકાની વૃદ્ધિનો અંદાજ છે.