માઇક્રોબ્લોલિંગ પ્લેટફોર્મ Twitter મોટી ઘોષણા કરી છે જેમાં વેરિફિકેશન પોલિસી અંગે માહિતી આપી છે. કંપનીએ કહ્યુ કે, જાન્યુઆરી 2021થી યુઝર્સ વેરિફિકેશનની કામગીરી ફરી શરૂ કરવામાં આવશે. કંપનીએ આ અંગે પોતાના બ્લોક મરફતે માહિતી આપી છે. લગભગ 3 વર્ષ બાદ Twitter હવે પોતાના પ્લેટફોર્મની માટે યુઝર્સ વેરિફિકેશન રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે.
કંપનીએ કહ્યુ કે, અમે વેરિફિકેશનની માટે 2021માં નવી એપ્લિકેશનનું પ્રોસેસ શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ। મોબાઇલ એપ અને વેબપેજ મારફતે નવા અને સેલ્ફ સર્વ એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરવામાં આવશે.આ પ્રોસેસથી અરજકર્તાને વેરિફાઇડ સ્ટેટસની કેટેગરી પસંદ કરવાની રહેશે અને લિંક તેમજ અન્ય સપોર્ટિંગ મટિરિયલ હેઠળ તેમણે ઓળખાણુનું સત્યાપન કરવાનું રહેશે.
કંપનીએ કહ્યુ કે, ઓટોમેટેડ અને માનવ પ્રક્રિયા, બંને હેઠલ રિવ્યૂ પ્રોસેસ પૂરી કરાશે. આ વખતે પ્રોસેસ હેઠળ લોકોને ડેમોગ્રાફિક માહિતી પૂરી પાડવાનો પણ વિકલ્પ અપાશે જેથી વેરિફિકેશન પ્રોસેસને પહેલા કરતા વધુ સારી રીતે કરી શકાય. બહુ જલ્દી Twitter વેરિફિકેશન એપ્લિકેશન પ્રોસેસ અંગે માહિતી જાહેર કરશે.
વર્ષ 2017માં ટ્વીટરે વેરિફિકેશન પ્રોસેસને બંધ કરી દીધી હીત. એક શ્વેત વ્યકિતના પ્રોફાઇલ વેરિફિકેશનને લઇને થયેલા વિવાદ બાદથી જ Twitterએ વેરિફિકેશન પ્રોસેસ બંધ કરી દીધી હતી. અલબત્ત હવે કંપનીએ સ્પષ્ટ કર્યુ કે વેરિફિકેશનનો મતલબ એ નથી કે કંપની કોઇ પ્રકારનો એન્ડોર્સમેન્ટ કરે છે. વેરિફિકેશન બેન્ચની સાથે જ Twitter કોઇ વ્યક્તિને એડ એન્ડોર્સ કરતી નથી.