અમદાવાદ શહેરના ભદ્ર વિસ્તારમાં જામસાહબની ગલી પાસે મોટાપાયે ખુલ્લેઆમ ચાલતા મુસ્તાક ઉર્ફે મચ્છર જબ્બારભાઈ શેખના વરલી મટકા અને જુગારના અડ્ડા ઉપર ડી.જી.વિજિલન્સની ટીમે રેડ કરતા કેટલીક મહિલાઓએ પોલીસ કાર્યવાહીને લઈને હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા ભારે અફડા તફડી મચી ગઇ હતી પોલીસે મુસ્તાકના ખાસ ગણાતા બાબુ નામના ઈસમ ની ધરપકડ કરી અડ્ડો બંધ કરાવી દીધો હતો.
