વલસાડ માં નેશનલ હાઇવે ને લાગુ સર્વે નંબર 178 /3 માં KBC કાલાજી બિઝનેસ સેન્ટર ના ગેરકાયદેસર બાંધકામ મુદ્દે હવે પાલિકા ના સીઓ બરાબર ના ભેરવાઇ પડ્યા હોવાનું જણાય રહ્યું છે અને સસ્પેન્સ ઉભું થયું છે ત્યારે પાલિકા હવે ડિમોલિશન પાર્ટ-2 કરતા પહેલા આ બાંધકામ ને રોકી બતાવે તેવી તેંમના માટે ખુલ્લી ચેલેન્જ બની રહી છે. કોમર્શીયલ બાંધકામ શરૂ કરનાર કાલાજી કેપિટલ ના જવાબદારો ના જવાબ ને પાલિકા એ સ્વીકારી લીધો અને હવે માર્જિગ મામલે નેશનલ હાઇવે નો અભિપ્રાય આવે પછી પાલિકા વિચારશે એવું લાગી રહ્યું છે.
નેશનલ હાઇવે માર્જીગ માટે બિલ્ડરો એ તા.7/10/2019 ના રોજ હાઇવે ઓથોરીટી ને એપ્લાય કર્યું છે પણ તેનો હજુ જવાબ આવ્યો નથી હવે તમે જ વિચારો આ 2020 નું વર્ષ પણ હવે ગણતરી ના દિવસો માં વિદાય લેશે ત્યારે અભિપ્રાય આવ્યા વગર જ કામ નો આરંભ પણ કરી દેવાતાં આ બાંધકામ અટકાવવા કેમ પગલાં નથી ભરાતા તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે.
હાઇવે ઓથોરિટી નો હજુ અભિપ્રાય જ આવ્યો ન હોય તો બાંધકામ કેવી રીતે ચાલુ થઈ શકે ? આ વાત કઇ પોથી માં લખી છે ? તેનો જવાબ પાલિકા ના ચીફ ઓફિસરે જાહેર માં આપવો પડે પણ આ સાહેબ પાસે તો મીડિયા સાથે વાત કરવાનો પણ સમય નહિ હોવાનું જણાય રહ્યું છે.
વલસાડ માં ધરમપુર ચોકડી નજીક અબ્રામા વોર્ડ હદ વિસ્તારમાં નેશનલ હાઇવે ઉપર સર્વે નંબર 178/3 ઉપર કાલાજી કેપિટલ ના બિલ્ડરો દ્વારા નિયમ વિરુદ્ધ ઉભા થઇ રહેલા ગેરકાયદે બાંધકામ મામલે હવે બિલ્ડરો એ લેખિત માં કબૂલાત આપી હોવાછતાં પાલિકા ના ચીફ ઓફીસર કશું કરી શકતા નથી તેઓ ની શુ મજબુરી હશે તેતો તેજ જાણે પણ હવે જે લોકો ના બાંધકામ તોડવા જાય તેઓ નો પણ જવાબ જરૂર લેવો પડશે કારણ કે તેઓ પણ પરમિશન ન મળી હોય તો પણ મનમાની કરતા હોય શકે છે કાયદા બધા માટે સરખા રાખવા પડે નહીતો સગા વ્હાલા અથવા તો પૈસા લઈને મોઢું બંધ થયા ની શંકા ઉઠ્યા વગર ન રહે આતો પબ્લિક છે અને આજ પ્રકાર ની ચર્ચા ઉઠે તે સ્વાભાવિક છે પણ વલસાડ પાલિકા ના સીઓ કદાચ આવું ન કરે પણ કોઈ અન્ય મજબૂરી હોય તેવી વાતો હવે વલસાડ માં ચર્ચા નો વિષય બની ગઈ છે, સત્યડે અખબાર દ્વારા આ ગેરકાયદે બાંધકામ મામલે પહેલે થઈ જ સવાલો ઉઠાવ્યા છે પણ આ મેટર માં તંત્ર કોઈપણ એક્શન લેવાના મૂડ માં નથી અને અમે મીડિયા ની ફરજ સમજી અન્ય લોકો ના બાંધકામ તૂટે અથવા રોકવામાં આવે અને આનું બાંધકામ ચાલુ રહે તે વાત છોડવા તૈયાર નથી.
જો વલસાડ પાલિકા વાળા ની દાનત સાચી હશે તો જરૂર થી એક્શન લેશે પણ એવું થયું નથી અને બિલ્ડરો ને સમય આપવામાં આવી રહ્યા નું જણાઈ રહ્યું છે અહીં બીજી વાત ન કરીએ અને માત્ર માર્જિગ ની વાત કરીએ તો પણ ખુદ બિલ્ડરો એ લેખિત કબુલ્યું છે કે નેશનલ હાઇવે માર્જીગ માટે તેઓ એ તા.7/10/2019 ના રોજ હાઇવે ઓથોરીટી ને એપ્લાય કર્યું છે પણ તેનો હજુ જવાબ આવ્યો નથી જે આવ્યે તે અભિપ્રાય રજૂ કરાશે. હવે તમે જ વિચારો આ 2020 નું વર્ષ પણ હવે ગણતરી ના દિવસો માં વિદાય લેશે અને આ લોકો એ તો 2019 માં એપ્લાય કર્યું છે અને જવાબ આવ્યા પહેલા જ કામ નો બિન્દાસ આરંભ પણ કરી દીધો છે.
આમ હાઇવે ઓથોરીટી નો કોઈ અભિપ્રાય હજુ આવ્યો નથી અને બાંધકામ ચાલુ કરી દેવાની વાત પાલિકા ને ગંભીર લાગતી નથી
KBC ના વિવાદાસ્પદ આ ગેરકાયદે બાંધકામ કરનારા કાલાજી કેપિટલ બિલ્ડર્સ ગ્રુપ ના પાર્ટનર મહાવીર કુમાર બી જૈન સહિત ના બિલ્ડર્સ નગરપાલિકા હદ વિસ્તારમાં અબ્રામા વોર્ડ માં નેશનલ હાઇવે ને લાગુ સર્વે નંબર 178 /3 માં KBC કાલાજી બિઝનેસ સેન્ટર ના ગેરકાયદેસર બાંધકામ મુદ્દે હવે પાલિકા ના સીઓ બરાબર ના ભેરવાઇ પડ્યા હોવાનું જણાય રહ્યું છે અને સસ્પેન્સ ઉભું થયું છે ત્યારે પાલિકા હવે ડિમોલિશન પાર્ટ-2 કરતા પહેલા આ ટોપિક ઉપર કઈક કરી બતાવે તેવી ખુલ્લી ચેલેન્જ ઉભી થઇ છે.
