નવી દિલ્હીઃ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને બાંધકામ ક્ષેત્રની દિગ્ગજ કંપની લાર્સન-ટુબ્રોએ 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીથી દેશની પહેલી બિલ્ડિંગ બનાવવામાં સફળતા હાંસલ કરી છે. ગ્રૂપની બાંધકામ કરતી કંપની એલએન્ડટી કન્સ્ટ્રક્શન એ દેશમાં આ ટેકનિકથી પહેલી 3D બિલ્ડિંગ બનાવી છે. તેને દેશની માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે કારણ કે સરકારે 2022 સુધી તમામની માટે 6 કરોડ મકાન બનવવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખ્યુ છે. કંપનીનું કહેવુ છે કે આ ઉપલબ્ધિથી મોટા પ્રમાણમાં મકાનો બનાવવાની યોજનાને ગતિ મળશે.
કંપનીએ પોતાની કાંચીપુરમ્ ફેસેલિટીમાં 3D પ્રિન્ટિંગ ટેકનિકથી બે માળનું મકાન બનાવ્યુ છે જે 700 વર્ગફીટમાં ફેલાયેલુ છે. તેને કંપની દ્વારા તૈયાર કરાયેલા વિશેષ પ્રકારના કોંક્રિટ મિક્સથી બનાવવામાં આવ્યુ છે. કંપનીએ રેગ્યુલર કન્સ્ટ્રક્શન મટિરિયલથી તેને વિકસીત કરાયો છે. હોરિજેન્ટલ સ્લેબ્સ મેંબર્સને બાદ કરતા સમગ્ર બિલ્ડિંગ 3D પ્રિન્ટિંગ છે. તેને ફુલ ઓટોમેટેડ 3D પ્રિન્ટરથી તૈયાર કરવામાં આવી છે અને તેને બનાવવામાં 106 પ્રિન્ટિંગ કલાક લાગ્યા છે.
શું છે 3D પ્રિન્ટિંગ
3D પ્રિન્ટિંગ એવી પ્રોસેસ છે જેમાંથી 3 ડાઇમેન્શલ પ્રોડક્ટ બનાવવા માટે મટીરિયલને કમ્પ્યુટર કન્ટ્રોલ હેઠળ લેયર બાય લેયર પ્રિન્ટ કરવામાં આવે છે. તેનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમા રેપિડ પ્રોટોટાઇપ્સ કોમ્પ્લેક્સ શેપ્સ અને સ્મોલ બેન્ચ પ્રોડક્શનને પ્રિન્ટ કરવામાં માટે કરાય છે. તેની માટે સ્પેશિયલ પોલિમર્સ અને મેટલ એલોયનો ઉપયોગ કરાય છે. કોંક્રિટની સાથે 3D પ્રીન્ટિંગ પર હાલ દુનિયાભરમાં સંશોધન ચાલી રહ્યુ છે. તેની પહેલા પાછલા વર્ષે ડિસેમ્બરમાં ટીમે 3D પ્રીન્ટિંગની મદદથી 240 વર્ગ ફુટમાં એક બેડરૂમનું એપાર્ટમેન્ટ બનાવ્યુ હતુ.