કેન્દ્ર સરકારે દેશમાં 6 શહેરોમાં આધુનિક ટેક્નોલોજીની મદદથી આવાસ બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં ગુજરાતના રાજકોટ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને રાજકોટમાં હવે લાભાર્થીઓને 3.50 લાખમાં ફર્નીચર સાથે નો 2 BHKનો ફલેટ મળી શકશે.
રાજકોટમાં મનપા 118 કરોડના ખર્ચે EWS-2 પ્રકારના 1144 આવાસ બનાવશે.
રાજકોટના રૈયા સ્માર્ટ સિટીના ટી.પી. નં.32માં 45 મીટર રોડ પર ભગવાન પરશુરામના મંદિર પાસે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતનો પ્રોજેકટનું નિર્માણ થશે. આ પ્રોજેકટ અંગે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફોર્સ વિભાગે ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દીધા છે. લાભાર્થીઓને આવાસમાં રસોડું અને બે બેડરૂમના ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરી લાભાર્થીઓને ફાળવવામાં આવશે. રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના 31 કરોડ રૂપિયાના જુદા જુદા કામોનુ મુખ્યમંત્રી 31 ડિસેમ્બરે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરનાર હોવાની વિગતો જાણવા મળી છે.
