વાહન ચાલકો માટે હવે વધુ એક ચેતવણી રૂપ સમાચાર સામે આવ્યા છે જેમાં સરકાર હવે એક જાન્યુઆરીથી કેશ લેન બંધ કરવા જઇ રહી છે. હાલ ફાસ્ટેગ વગરના વાહનોને ટોલ પ્લાઝા પર રોકડ રકમ લઈ કેશ લેન થી પસાર થઈ રહ્યા છે જે લેન જ બંધ થઈ રહી છે, એક જાન્યુઆરીથી તેનો અમલ થશે.
ટોલ પ્રબંધન દ્વારા બનાવવામા આવેલ સ્ટોલ પર બે ગણી કિંમત આપીને ફાસ્ટેગ ખરીદવું પડશે. જે બાદ જ તમે ટોલ પ્લાઝા પાર કરી શકશો.
20 ટકા ફાસ્ટેગ વગરના વાહન
હાલ માં જે વિગતો સામે આવી રહી છે તેમાં આગ્રામાં 80 ટકા વાહનો જ્યારે 20 ટકા ફાસ્ટેગ વગરના વાહનો છે. ત્યાં હાલ માં લાઉડ સ્પીકર લગાવીને ફાસ્ટેગ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. અહીં ફાસ્ટેગ માટે તેમણે ટોલ પ્લાઝા પર પાંચ બૂથ બનાવ્યા છે. જ્યાંથી ફાસ્ટેગ બનાવી આપવામાં આવશે. આમ ફાસ્ટેગ વગર ટોલ નાકુ હવે પાર થઈ શકશે નહીં તે કન્ફર્મ છે.
