ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ જ પક્ષ પલટા ની મૌસમ શરૂ થઈ છે અને પોરબંદરના રાજકારણ માં ભુકંપ સર્જાયો છે અહીં ભાજપના યુવા અગ્રણી સહીત 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. પોરબંદરના યુવા ભાજપના પ્રમુખ અજય બાપોદરાના નાનાભાઈ વિજય સરમણ બપોદરા સહિતના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.
કોંગ્રેસના ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન અર્જુનભાઇ મોઢવાડીયાની આગેવાની હેઠળ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાના અહેવાલ છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે હવે પક્ષ પલટા ની મૌસમ શરૂ થઈ ગઈ છે.
