ભારત માં સ્વદેશી કોરોનાની વેક્સિન મામલે મોટીમોટી વાતો થઈ રહી છે,પરંતુ રસી માં પણ ચાઈના ની સિરિન્જ નો ઉપયોગ થતો હોવાનો ઘટફોસ્ટ ગુજરાત ના અગ્રણી મીડીયા જૂથ ના રિપોર્ટ્સ માં કરવામાં આવ્યો છે. સ્વદેશી વેક્સિન નું નામ આપી ગુજરાતમાં મેડ ઈન ચાઈનાની સિરિન્જનો ઉપયોગ થઈ રહ્યો છે અને રસી આપવા માટે પણ ચાઈના પર નિર્ભરતા રહેલી હોવાનું બહાર આવી છે. આ સિરિન્જના જથ્થામાંથી બોક્સ તેમજ સિરિન્જની ચકાસણી કરતા મામલો સામે આવ્યો છે. કોરોના આવતા દેશના અર્થતંત્રને પાટે ચઢાવવા માટે આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા કેમ્પેઈન પર ભાર મૂકાયો હતો.
લોકોએ તેને ચાઈના સાથે જ જોડીને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરીને દેશમાં જ ઉત્પાદીત વસ્તુઓને પસંદ કરી રહ્યા છે. રસી માટે પણ સ્વદેશી શોધ સફળ રહે અને તેનો જ ઉપયોગ થાય તે માટે થયેલા પ્રયત્નો માટે લોકો આશા રાખી રહ્યા છે તેવામાં સફળ થનારી વેક્સિન જે સિરિન્જ મારફત લોકોને આપવામાં આવનાર છે તે બધી જ સિરિન્જ મેડ ઈન ચાઈના હોવાનું ખુલ્યુ છે.
સિરિન્જ પર નોટ ફોર સેલનું લેબલ
અને સિરિન્જનો જથ્થા માટે ચાઈનાની કંપનીને ખાસ ઓર્ડર મળ્યો હોય તેમ સિરિન્જના લેબલ પર નોટ ફોર સેલ અને ગર્વમેન્ટ સપ્લાયનો લોગો લગાવીને જથ્થો મોકલવામાં આવ્યો છે.
આ સિરિન્જના જથ્થા અંગે ફાર્માસિસ્ટ ના સૂત્રો ના જણાવ્યા પ્રમાણે આ 0.5 મીલી ક્ષમતાની એડી સિરિન્જ છે. બાળકોને રસી આપવામાં વપરાય છે અને છેલ્લા 5 કે 7 વર્ષથી તમામ રસીઓમાં આ જ સિરિન્જનો ઉપયોગ થાય છે એટલે કે વર્ષોથી રસી માટે મેડ ઈન ચાઈના સિરિન્જ પર જ રાજ્યનું આરોગ્ય વિભાગ નિર્ભર છે.
આ એડી સિરીંઝ છે જે દેશવ્યાપી રસીકરણ ઝૂંબેશમાં ઉપયોગમાં લેવાય છે અને બાળકોની રસીમાં વપરાય છે ઘણા સમયથી સિરીંઝ મોકલાય છે. આમ,ચાઈના સામે લોકો માં આક્રોશ છે ત્યારે બીજી તરફ ખુદ સરકાર નું આરોગ્ય વિભાગ જ ચાઈના ની પ્રોડક્ટ મંગાવી રહ્યું હોય મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
