કોરોનાને કારણે આ વર્ષે 31 ડિસેમ્બરે રાત્રે શહેરની કોઈપણ હોટેલ, ક્લબ, ફાર્મહાઉસમાં પાર્ટી કરવા પર પ્રતિબંધ ફરમાવતા લોકો એ થર્ટી ફર્સ્ટ માંબહાર ફરવા ઉપડી જતા રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોરડો રણોત્સવ,ગીર,સાપુતારા,દમણ,દિવ,ગોવા,આબુ, જેવા અનેક સ્થળો એ મોટાભાગની હોટેલો લગભગ ફુલ થઈ ગઈ છે અને લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી દીધા હોવાનું જાણવા મળ્યું છે. વિદેશ માં પણ કોરોના ના નવા રૂપ ની દહેશત હોય પૈસા પાત્ર પરિવારો એ વિદેશ નહિ પણ રાજ્ય બહાર માઉન્ટ આબુ, ઉદયપુર, જેસલમેર, જોધપુર જેવી જગ્યાઓ માટે બુકિંગ કરાવ્યાં છે. જ્યારે થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશન માટે સૌથી લોકપ્રિય ગણાતા ગોવામાં પાર્ટી પર પ્રતિબંધ હોવા છતાં ફ્લાઈટનું રિટર્ન ભાડું 10 હજારથી વધીને 15 હજારે પહોંચી ગયું છે. રાજસ્થાન,મુંબઈ એમ રાજ્ય બહાર ગુજરાતીઓ ઉપડી રહ્યા છે જોકે,રાજ્ય બહાર કેટલીક હોટલો માં મર્યાદિત છૂટ હોય સેલિબ્રેશન થઈ શકશે પણ જાહેર માં ટોળા માં ઉજવણી થઈ શકશે નહીં અને કોઈપણ સ્થળે ટોળામાં ઉજવણી કરવા ઉપર પ્રતિબંધ લાગી જતા લોકો ફરવાના મૂડ માં જણાઈ રહયા છે અને પોત પોતાના બજેટ અનુરુપ પ્રવાસ ના આયોજન માં લાગ્યા છે.
