દેશ ના વાહન ચાલકો માટે આવ્યા ખુશી ના સમાચાર જેમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ, આરસીની માન્યતાને વધારીને 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવતા વાહન ચાલકો માં રાહત ની લાગણી પ્રસરી ગઈ છે. હાલ માં કોરોના ની સ્થિતિ માં માસ્ક અભિયાન, રાત્રી કરફ્યૂ ના ભંગ માં વાહન ડિટેઇન અને ટ્રાફિક અભિયાન માં કરોડો નો દંડ ભરીને બેવડ વળી ગયેલા લોકો ઉપર વધુ એક અભિયાન નું સંકટ ઉભું થતા વાહન ચાલકો માં ચિંતા જણાતી હતી પણ હાલ ની કોરોના ની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને મંત્રાલય દ્વારા વાહન ના લાયસન્સ તથા આરસી બુક સહિતના વાહનના દસ્તાવેજોની માન્યતાને વધારીને સામન્ય જનતાને મોટી રાહત આપવામાં આવી છે. મંત્રાલય દ્વારા દેશના બધા જ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે આ નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ સહિત વાહન સાથે જોડાયેલા દસ્તાવેજોની માન્યતાને વધારી છે. રજીસ્ટ્રેશનને લગતા દસ્તાવેજ તથા ગાડીની પરમીટ, ફિટનેસ સર્ટિફિકેટની માન્યતા આ દિવસોમાં આગામી દિવસોમાં સમાપ્ત થઈ રહી હોય તેમને આ રાહત મળી છે. હવે જો માન્યતા આ દિવસોમાં સમાપ્ત થઈ પણ ગઈ હશે તો તે 31 માર્ચ 2021 સુધી માન્ય તો ગણાશે જ. આટલું ન નહીં ફેબ્રુઆરી 2020થી લઈને 31 માર્ચ 2021 સુધી જે દસ્તાવેજોની માન્યતા સમાપ્ત થઈ ગઈ છે તે બધા પર આ નિર્ણય લાગુ પડનાર હોવાનું જણાવવામાં આવ્યું છે જેથી વાહન ચાલકો માં રાહત જણાઈ રહી છે.
