સુરત માં કિશોરી અપહરણ કેસ માં નવો વળાંક આવ્યો છે અને કિશોરી શિરડી ની હોટલ માંથી બે સંતાનો ના પિતા એવા પરણીત પ્રેમી સાથે મળી આવતા પોલીસે પ્રેમી સામે રેપ નો ગુનો નોંધ્યો હતો.સુરત ના સરથાણાથી અઠવાડિયા અગાઉ એક 17 વર્ષની કિશોરી ગુમ થઈ જતા આ કિસ્સા માં અપહરણ ની ફરિયાદ ના આધારે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને કકડતી ઠંડી માં શિરડીની હોટલમાં 35 વર્ષના પરિણીત પ્રેમી સાથે મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર ની કલમ ઉમેરી છે.
સુરત ના સરથાણામાં રહેતી એક 17 વર્ષીય કિશોરી 16 તારીખે ગુમ થઈ જવાના પ્રકરણમાં પોલીસે કિશોરીની બહેનપણીઓની પુછપરછ કરી ત્યારે ખબર પડી કે કિશોરી તેના પરણીત પ્રેમી એવા રવિન્દ્ર ઉર્ફ રવિ પ્રભુભાઈ હદવડિયા રહે પુર્વી સોસાયટી વિભાગ ત્રણ,કાપોદ્રા સાથે ભાગી ગઈ છે. પોલીસે તપાસ કરતાં રવિન્દ્રના ફોનનું લોકેશને શિરડી મળી આવતા હોટલમાંથી જ્યારે રવિન્દ્ર અને કિશોરી નીકળતા હતા ત્યારે જ પોલીસ પહોંચી હતી. બંનેને સુરત લઈ આવ્યા હતા. રવિન્દ્રએ કિશોરી સાથે શરીર સંબંધ બાંધતા પોલીસે બળાત્કારની કલમ ઉમેરી છે. રવિન્દ્ર બે સંતાનોનો પિતા હોવાનું પોલીસ તપાસ માં બહાર આવ્યું છે.
