હાલ બ્રિટન માં જોવા મળેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેઇનને કારણે દુનિયાભરમાં ગભરાટ ફેલાયો છે અને આવતી જતી તમામ ફ્લાઇટ્સ ભારતે બંધ કરી દીધી છે પણ ત્યાં સુધીમાં ઘણા લોકો ભારત માં ઘૂસી ગયા હોય આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. સૂત્રો ના જણાવ્યા મુજબ ગુજરાતમાં છેલ્લાં 1 મહિનામાં કુલ 1,720 પેસેન્જર બ્રિટનથી આવ્યાં હતાં અને તેમના તમામના RT-PCR ટેસ્ટ કરાયા હતા. તેમાંથી 11 પેસેન્જર પોઝિટિવ મળ્યા હતા. તેમનામાં નવા સ્ટ્રેઈનના લક્ષણો છે કે નહીં તે માટે સેમ્પલ પૂણે અને ગાંધીનગરની બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલાયાં છે.
25 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધીમાં બ્રિટન તથા અન્ય યુરોપિયન દેશમાંથી આવેલા 572માંથી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે 9થી 23 ડિસેમ્બર સુધીમાં 1,1148 લોકો આવ્યા હતાં. જેમાં અમદાવાદના 4, વડોદરા, આણંદ-ભરૂચના 2-2, વલસાડના 1નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરમાં નવા 172 કેસ, 4ના મોત થયા છે. 3 વિસ્તાર કન્ટેઈનમેન્ટમાં મુકાયા હોવાની માહિતી પ્રકાશ માં આવી છે.
