બનાસકાંઠાના ભાભરના ખારા ગામે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા કરૂણ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.
પોલીસે તમામ મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા છે , બાઈક સવાર સહિત ત્રણેય મૃતક લોકો ખારા ગામના વતની હોવાની માહિતી સામે આવી છે. કાર ચાલકનું પણ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે સરહદી ભાભર તાલુકામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો છે. બનાસકાંઠાના ભાભરમાં ખારા ગામ પાસે સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં ઘટના સ્થળે જ ચાર લોકોના કમકમાટીભર્યા મોત થયાનું સામે આવ્યું છે. બાઈક સવાર સહિત સ્વીફ્ટ કાર ચાલકના થઈને કુલ ચારના મોત થયા છે. આ ગોઝારી ઘટનામાં ભોગ બનનાર ત્રણ વ્યક્તિ ખારા ગામના વતની હતા આ કરૂણ ઘટના ને લઈ ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે.