નવી દિલ્હીઃ ભારતીય રેલવે હવે મોર્ડન થઇ રહ્યુ છે અને પ્રવાસીઓને અવનવી સુવિધા આપવા પ્રયત્નશીલ છે. આ દરમિયાન રેલવે મંત્રી પીયુષ ગોયલે કહ્યુ કે, ભારતીય રેલવે એ નવી ડિઝાઇનવાળી વિસ્ટાડમ ટુરિસ્ટ કોચની 180 કિમી પ્રતિ કલાકની સ્પીડ પર ટ્રાયલ પૂર્ણ થઇ છે. તેમણે કહ્યુ કે, આ કોચ પ્રવાસીઓની મુસાફરીને યાદગાર બનાવશે અને સાથે જ પ્રવાસનને પ્રોત્સાહન આપશે. ચાલો જાણીયો આ વિશેષ કોચની ખાસીયતો
ક્યા-ક્યાંથી પ્રસાર થશે આ કોચ વાળી ટ્રેન
ભારતીય રેલવેની ચેન્નઇ સ્થિ કોચ ફેક્ટરી વિસ્ટાડમ ટુરિસ્ટ કોટને ટૂંકમાં રેલવેના પાટા પર દોડાવવામાં આવશે. આ કોચ વાળી ટ્રેન ખાસ કરીને પ્રવાસન માટે હશે, જે ટુરિસ્ટ લોકેશનથી પ્રસાર થશે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી મુજબ આ કોચ વાળી ટ્રેન દાદર, મડગાંવ, અરાકુ ઘાટી, કશ્મીર ઘાટી, ડાર્જલિંગ હિમાલયન રેલવે, કાલકા શિમાલ રેલવે, કાંગડા ઘાટી રેલવે, માથેરાન હિલ રેલવે, નીલગીરિ માઉન્ટેન રેલવેમાં દોડશે.
ટુરિસ્ટ કોચની ખાસિયતો
- આ વિશેષ ટુરિસ્ટ કોચમાં મોટી-મોટી કાચની બારીઓ છે
- ટ્રેનની છત પણ કાચની છે, મુસાફરો ટ્રેનની અંદરથી બહારનું દ્રશ્યો અને આકાશ જોઇ શકશે.
- ઓબ્ઝર્વેશન લાઉન્જ છે અને ફરતી સીટો છે, મુસાફર સીટ પર બેઠ-બેઠા ચારેય બાજુ ફરી શકશે
- વાઇ-ફાઇ આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ